જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે “મારું બોટાદ, નશામુક્ત બોટાદ” અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લાની શાળાઓમાં યોજાયેલી ચિત્રસ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બોટાદ કલેક્ટર બી.એ.શાહના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાએ 2 વિદ્યાર્થીઓ અને તાલુકાકક્ષાએ 16 વિદ્યાર્થીઓ મળીને કુલ 18 વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લાભરમાં યોજાયેલી સ્પર્ધામાં 3200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધન કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, નશો વ્યક્તિગત, સમાજ…

Read More

શિહોર તાલુકાના બૂઢણા ગામે તૈયાર થઇ રહેલ અમૃત સરોવરની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા

હિન્દ ન્યુઝ, શિહોર આઝાદીના અમૃત પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે. અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે. વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે અમૃત રૂપે વરસેલાં આ પાણીના ટીંપે ટીંપાનો સંગ્રહ થાય તે માટે આ સરોવરો ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાના છે. આ અમૃત સરોવરોના નિર્માણથી જિલ્લાની પાણીની સંગ્રહ ક્ષમતામાં પણ અનેકગણો વધારો થવાનો છે. આવું જ એક સરોવર શિહોર તાલુકાના બૂઢણા ગામે આકાર લઇ રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ ગઇકાલે આ સરોવરની મુલાકાત લઇને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓ…

Read More

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બાબતોને લગતાં પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં વીજળીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય, નીચે ઝૂકેલાં વાયરોથી કોઇને વીજ શોક ન લાગે તે માટેની તકેદારીના પગલાં લેવાં અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા…

Read More

ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે વિનામુલ્યે પ્રિકોશન ડોઝનો બહોળી સંખ્યામાં પત્રકારો અને તેના પરીવારજનોએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, ભુજ         આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજથી ગુજરાત સરકાર દ્વારા ૧૮ થી ૫૯ વયજુથના માટે ૭૫ દિવસ સુધી વિનામુલ્યે પ્રિકોશન ડોઝનો પ્રારંભ કરાયો છે ત્યારે આજે ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે સર્વ પત્રકારો અને તેમના પરિવારજનોને પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.         જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી કચ્છમાં આજે ૨૬ સ્થળોએ ડોઝની શરૂઆત કરાઇ છે ત્યારે કોરાનાને હરાવવા તથા લોહશાહીની ચોથી જાગીર સમા પત્રકારો અને તેના પરીવારજનોની આરોગ્ય સુરક્ષા માટે નાયબ માહિતી નિયામકની કચેરી, માહિતી ભવન ભુજ ખાતે વિનામુલ્યે યોજાયેલા પ્રિકોશન(કોવિશિલ્ડ-કોવેક્સિન) ડોઝ કેમ્પનો સર્વ પત્રકારો અને તેના પરીવારજનોએ બહોળી…

Read More

ગીર સોમનાથ પોલીસ વિભાગે વરસાદમાં બંધ પડેલા વાહનોને ધક્કા મારી પૂર્વવત કર્યો વાહન વ્યવહાર, સાર્થક કર્યું ‘May I Help You?’નું સૂત્ર

 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોની મુશ્કેલી સામે જિલ્લા પોલીસ વિભાગ ‘મે આઈ હેલ્પ યુ?’ શબ્દોને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં પણ પ્રભાસ પાટણ પોલીસની આવી જ સરાહનીય કામગીરી સામે આવી હતી. જ્યાં વરસતા વરસાદમાં બંધ પડેલા વાહનોને ધક્કો મારી રસ્તો ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.             ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટક પાસે વરસાદનું પાણી ભરાવાનાં કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જેની જાણ પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસના…

Read More