પંચમહાલ જિલ્લામાં મેઘરાજા ની એન્ટ્રી ની સાથે જ ઠેર ઠેર પાણી ના ડાબળા ભરાયા

હિન્દ ન્યુઝ, ગોધરા વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર માં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પરંતુ નગરપાલિકા ની પ્રી મોન્સુન કામગીરી ના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે ગોધરા શહેર ના માર્ગો પર પાણીના ડાબળા ભરાયેલા જોવા મળ્યા હતા. લોક ચર્ચા અનુસાર દરેક ના ઘર ની સામે નગર પાલિકા એ સ્વિમિંગ પૂલ બનાવી આપ્યા છે તેવી લોક ચર્ચા પણ સાંભળવા મળેલ છે. માત્ર થોડી વાર માટે પડેલ વરસાદ નાં કારણે રોડ પર પાણી પાણી થઇ ગયું હતું પરંતુ બિસ્માર રસ્તા પર પાણી ભરાતા લોકો ને હાલાકી…

Read More

આદિનાથ હેલ્થ કેર સેન્ટર, પાલીતાણા ખાતે નિઃશૂલ્ક હેલ્થ કેમ્પ તા. ૪ અને ૫ જુલાઈના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર આયોજિત આગામી તા. ૪ અને ૫ જુલાઈના રોજ નિઃશૂલ્ક હેલ્થ કેમ્પ યોજાશે. જેમાં કાન, નાક, ગળાના અનુભવી ડોક્ટરો દ્વારા રોગનું નિદાન તેમજ આંખના ડોક્ટર દ્વારા નિદાન કરી ચશ્મા કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત હાડકાના વિભાગમાં ઘૂંટણ, કમર, ગરદન તેમજ હાડકાના તમામ રોગનું નિવારણ તથા ચેન્નઇના સર્જન ડો. સર્વાનંદ સેવા આપશે. કાનમાં બહેરાશ ધરાવતાં લોકોને કાનનું મશીન આપવામાં આવશે. તેમાં જરૂરિયાતમંદને કુત્રિમ જયપુરી હાથ, પગ અને ટ્રાફિકલ વ્હિલ ચેર, વોકીંગ સ્ટિક વગેરે પણ કેમ્પમાંથી આપવામાં આવશે. હોસ્પિટલની રોજિંદી સેવામાં નેચરોપથી, આયુર્વેદિક, ફિઝીયોથેરાપી, પંચકર્મ, યોગ ચિકિત્સા દ્વારા જુના રોગોનું…

Read More

“વેસ્ટમાંથી બેસ્ટ” બનાવી આત્મનિર્ભર બનતી તળાજા તાલુકાની બાપા સીતારામ સખી મંડળની બહેનો

હિન્દ ન્યુઝ, ભાવનગર “વેસ્ટમાંથી બેસ્ટ” બનાવવાના ક્લાસમાંથી બહેનોને સુશોભનની વસ્તુ શીખવવામાં આવતી હોય છે પરંતુ જ્યારે કોઈ નવીનતમ વિચારને અમલમાં મૂકીને તમારી પાસે રહેલ બિનઉપયોગી ચીજવસ્તુમાંથી ગુણવતાયુક્ત વસ્તુ લોકો સુધી સરળતાથી મળી રહે તેવા આશ્રય સાથે તળાજા તાલુકા ની સખી મંડળની બહેનો કાર્ય કરી રહી છે વાત છે બાપા સીતારામ સખી મંડળ ની બહેનોની જેમને ગામની ૧૦ બહેનોએ મળીને ગામમાં રહેલ જીન્સ નાં કારખાનામાં વધતાં વેસ્ટેજ જીન્સ નાં કાપડમાંથી સ્કૂલ બેગ બનાવવાનો નવીનતમ પ્રયાસ હાથ ધર્યો છે તળાજા તાલુકાના બાપા સીતારામ સખીમંડળની ૧૦ બહેનો ભેગા મળીને જીન્સનાં વેસ્ટેજ કાપડમાંથી ટકાઉ…

Read More

ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર લોકોને સીધી રીતે સ્પર્શથી વ્યક્તિગત બાબતોનું નિવારણ તેમના ઘર આંગણે જ આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેની કડીમાં આ વર્ષે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ ભાવનગર જિલ્લા અને શહેરમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓનું નિરાકરણ તેમના ઘર આંગણે મળી રહે તેવાં ઉમદા હેતુથી દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે અન્વયે ઘોઘાના છાયા, શહેરમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ, મહુવાના ખૂંટવડા ગામે,…

Read More

બાળકોમાં લોકશાહીના મૂલ્યો દ્રઢ કરવાનો પાલિતાણાની પાડેરીયા પ્રાથમિક શાળાનો પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જી-૭ દેશોના યોજાયેલા સંમેલનમાં ભારતની પુખ્ત લોકશાહી અને તેનાં પરિણામો વિશે વાત કરી હતી તે દર્શાવે છે કે, લોકશાહીનું જગતમાં કેટલું મહત્વ છે. જે દેશોમાં લોકશાહી નથી તે દેશોમાં નાગરિકોની શું હાલત છે તે દેશના નાગરિકને જઇને પૂછવું પડે. લોકશાહીમાં જે મુક્તતા અને આઝાદી છે તેવી કોઇ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં નથી. તેના મૂળમાં ભારત એ યુવાનોની સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. આ યુવાનોને યુવાવસ્થામાં જ લોકશાહીના મૂલ્યો શીખે તે માટે ભાવનગરની…

Read More

રોજગાર કચેરી-ભાવનગર ખાતે નોંધાયેલ ઉમેદવારોની નામ નોંધણી રીન્યુઅલ કરવાં બાબત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૮/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી (રીન્યુઅલ) ન કરાવવા બદલ કમી થનાર હોય સંબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતાં હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી કરાવવા માટે નોંધણી કાર્ડની સ્કેન કરેલ નકલ અત્રેની કચેરીના ઈ-મેલ (dee-bav@gujarat.gov.in) ઉપર મોકલી તેમજ નોંધણી ક્રમાંકની વિગત સાથે ટપાલ મારફત અત્રેની કચેરી ખાતેથી નોંધણી તાજી કરાવી શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ભાવનગર…

Read More

સૈનિકોને મદદ કરવાં રસીકદાદાની ‘દિલની દરિયાદિલી

હિન્દ ન્યુઝ, ભાવનગર આપણે સૌ કોઇએ જાણીતી ફિલ્મ મુન્નાભાઇ એમ.બી.બી.એસ. જોઇ હશે…. તેનો એક ડાયલોગ બહું સટીક અને સચોટ છે. ‘બંદે મેં થા દમ, વંદે માતરમ….’ આમાં થોડા શબ્દ બદલીએ તો ‘બંદે મેં હૈ દમ, વંદે માતરમ….’ ભાવનગરના એક જૈફ ઉંમરના દાદા તેમના કર્મથી ફિલ્મના આ ડાયલોગને વાસ્તવમાં ચરિતાર્થ કરી રહ્યાં છે. આ દાદાનું નામ છે. રસીકદાદા….. દાદાનું નામ રસીક છે પરંતુ તેઓનું કામ ચોક્કસ જાણવાં જેવું રસીક છે. કોઇને દાન આપવાં માટે પૈસાપાત્ર હોવાની જરૂર નથી. આ માટે ‘દિલના દાતારી’ જોઇએ. દિલની દરિયાદીલી શીખવા માટેના જગતમાં કોઇ ક્લાસ નથી…

Read More

વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત

હિન્દ ન્યુઝ, ભાવનગર ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે 2020માં રાજ્યભરમાં સીસીટીવી સ્થાપિત કરવાના વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ હતી તારીખ 1-5-2022ના રોજ 7 હજાર સીસીટીવી સ્થાપિત કરવાનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હવે સરકાર તેના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે જેમાં તેનો વ્યાપ નાના શહેરોમાં વિસ્તરિત કરવામા આવશે. બીજા તબક્કામાં ટિયર -3 શ્રેણીના 51 શહેરોમાં 10 હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરવામા આવશે. તેના માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરવામા આવી છે અને 2023ના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામા આવશે. 2013-14માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ…

Read More

શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્રારા દેશનાં જાબાંજ શહીદ સૈનિકોના પરિવારજનોને જૂન – ૨૦૨૨ પેટે કુલ રૂ. ૬,૨૫,૦૦૦/- ની સહાય

હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની સરહદે આપણાં જવાનો ચટ્ટાનની જેમ ઉભાં છે તેથી આપણે દેશમાં શાંતિની ઉંઘ લઇ શકીએ છીએ. આ સૈનિકો માં ભારતીની રક્ષા કાજે પોતાનું બલીદાન આપતાં સહેજ પણ પાછી પાની કરતાં નથી. માં ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર આવાં સૈનિકોની પાછળ તેમના પરિવારજનોને તેમના ગયાં બાદ કોઇ તકલીફ ન પડે તે માટે ભાવનગરના શહીદ સૈનિક પરિવાર ટ્રસ્ટ દ્વારા ‘ફુલ નહીં તો ફુલની પાંખડી’ રૂપે મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે. દેશ માટે જાનેફાંસી કરનાર આવાં સૈનિકોનું ઋણ ચૂકવવા માટે આ મહિને જમા થયેલાં રૂા. ૬,૨૫,૦૦૦/- ની…

Read More

ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા અખાડાના દાવ રજૂ કર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સમાજનો ખાસ વર્ગ આ અખાડાના દાવપેચ જોવાનું ચૂકતા નથી. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા ૩૦ દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા. લાઠી દાવ, ચક્ર, પટ્ટાબાજી, તલવાર બાજી, ટાઈગર જંપ, ભીષ્મપાર્ટ જેવા અનેક દાવો ત્રત્૩ વર્ષથી માંડી ૫૫ વર્ષ સુધીના વય જુથના સભ્યો અખાડાના દાવપેચ રજૂ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વર્ષ ૨૦૦૫ થી શરૂઆત કરવામાં આવી હતી. બજરંગ દળના અખાડાના ગ્રુપના ૧૫૦થી વધારે સભ્યો દ્વારા છેલ્લા ૩૦ દિવસથી અલગ-અલગ ૭ ટીમ બનાવી વિવિધ પ્રકારના…

Read More