હિન્દ ન્યુઝ, ભાવનગર
આયોજિત આગામી તા. ૪ અને ૫ જુલાઈના રોજ નિઃશૂલ્ક હેલ્થ કેમ્પ યોજાશે. જેમાં કાન, નાક, ગળાના અનુભવી ડોક્ટરો દ્વારા રોગનું નિદાન તેમજ આંખના ડોક્ટર દ્વારા નિદાન કરી ચશ્મા કાઢી આપવામાં આવશે.
આ ઉપરાંત હાડકાના વિભાગમાં ઘૂંટણ, કમર, ગરદન તેમજ હાડકાના તમામ રોગનું નિવારણ તથા ચેન્નઇના સર્જન ડો. સર્વાનંદ સેવા આપશે. કાનમાં બહેરાશ ધરાવતાં લોકોને કાનનું મશીન આપવામાં આવશે. તેમાં જરૂરિયાતમંદને કુત્રિમ જયપુરી હાથ, પગ અને ટ્રાફિકલ વ્હિલ ચેર, વોકીંગ સ્ટિક વગેરે પણ કેમ્પમાંથી આપવામાં આવશે.
હોસ્પિટલની રોજિંદી સેવામાં નેચરોપથી, આયુર્વેદિક, ફિઝીયોથેરાપી, પંચકર્મ, યોગ ચિકિત્સા દ્વારા જુના રોગોનું નિદાન કરવામાં આવશે. મનોચિકિત્સક કાઉન્સિલિંગની સેવા દરરોજ શરૂ છે. કેમ્પનો સમય સવારે ૭-૩૦ થી બપોરે ૩-૦૦ વાગ્યાનો રહેશે. કેમ્પ માટે મો. નં.૯૪૨૮૯૯૦૨૭૪, ૯૯૭૪૫૬૭૯૮૯, ૭૨૦૦૯૨૫૪૯૯ પર સંપર્ક કરી શકાશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી