હિન્દ ન્યુઝ, ગોધરા
વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર માં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પરંતુ નગરપાલિકા ની પ્રી મોન્સુન કામગીરી ના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે ગોધરા શહેર ના માર્ગો પર પાણીના ડાબળા ભરાયેલા જોવા મળ્યા હતા. લોક ચર્ચા અનુસાર દરેક ના ઘર ની સામે નગર પાલિકા એ સ્વિમિંગ પૂલ બનાવી આપ્યા છે તેવી લોક ચર્ચા પણ સાંભળવા મળેલ છે. માત્ર થોડી વાર માટે પડેલ વરસાદ નાં કારણે રોડ પર પાણી પાણી થઇ ગયું હતું પરંતુ બિસ્માર રસ્તા પર પાણી ભરાતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહેલ છે. જેની સામે નગરપાલિકા હવે રસ્તા રીપેરીંગ નું કામ કેટલી ઝડપે કરે છે તે જોવાનું રહ્યું.
રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, ગોધરા