સુરત ખાતે છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી

હિન્દ ન્યુઝ, સુરત દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 6.68 ઇંચ સુરતમાં 5.88 ઇંચ વલસાડમાં 5.32 ઇંચ અને તાપીમાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 5.88 ઇંચ વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી છેલ્લા 24 કલાકમાં આખા શહેર 72 જેટલા વૃક્ષો ધરાશાય થયા હવે મહત્વની વાત કરીએ તો અમારી હિન્દ ન્યૂઝ ની ટીમ કતારગામમાં આવેલ તાપી નદી ઉપરના કોઝવે ની મુલાકાત લેતા ની સપાટી 5.…

Read More

સાંતલપુર તાલુકામાં દરેક ગામમાં એક સાર્વજનિક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે એવું આયોજન

હિન્દ ન્યુઝ, રાધનપુર આજ રોજ પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકામાં ફાંગલી ગામે ફંગાઇ માતાજીના મંદિર તેમજ બરારા ગામ ખાતે હનુમાનજીના મંદિરે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા માહિતી આપવામા આવી હતી. જેમાં સાંતલપુર તાલુકામાં દરેક ગામમાં એક સાર્વજનિક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે એવું આયોજન કરવામાં આવે તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સાંતલપુર વિભાગના પ્રમુખ દેવરામભાઈ ચૌધરી અને સહિયોહી વિભાભાઇ રબારી વન વિભાગ દ્વારા માહિતી આપવામા આવી હતી. આ સમગ્ર કાર્યક્ર્મ માં લોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More

રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ની મીટીંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર       રાધનપુર તાલુકો અને શહેર ની વિધાનસભા ના પ્રભારી અશોકભાઈ જોશી ની ઉપસ્થિતિ માં મીટીંગ યોજાઈ હતી જેમાં પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, રમેશભાઈ સીંધવ ભાજપ જિલ્લા માહામંત્રી જિલ્લા સંગઠન મંત્રી સુરજ ગીર ગોસ્વામી રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઇ ચૌધરી, મહામંત્રી અજીતસિંહ પરમાર, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઇ ચૌધરી,માર્કેટ યાર્ડ ના ચેરમેન ડો કનુભાઈ પટેલ ડો ગોવિંદજી, ઠાકોર તાલુકા પંચાયત ના પ્રમુખ દિનેશજી ઠાકોર , જિગ્નેશ ભાઈ પટેલ, ડો દેવજીભાઈ,ચીકાભાઇ રબારી,વિનોદભાઈ ગોકલાણી, જસુભાઇ રાવલ,દિનેશભાઈ ભરવાડ,શેહર ભાજપ યુવા મોરચા ખેતાજી ઠાકોર, રસીકજી ઠાકોર સહિતના ભાજપના કાર્યકરો…

Read More

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના

હિન્દ ન્યુઝ, બોટાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રપપ.૭૬ કરોડ રૂપિયાના કુલ ૩૦પ૦ કામોને  સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ અને જામનગર એમ બે મહાનગર પાલિકા તથા બારેજા અને કરજણ નગરપાલિકાની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રીએ વિકાસકામોની મંજૂરી આપી છે.    મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગપાલિકાના સાત ઝોનમાં રૂપિયા ૧૯૫.૨૫ કરોડની મંજૂરી આપી છે જેના થકી ૫૯ હજાર પરિવારોને લાભ મળશે. આ વિકાસ કામોમાં પાવર બ્લોક-આર.સી.સી રોડ-પીવાના પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રીટ લાઇટ જેવા જનહિત કામો ખાનગી સોસાયટીઓમાં હાથ ધરાશે. આ ઉપરાંત જામનગર મહાનગર…

Read More

બોટાદ જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ  આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન થવા જઈ રહ્યું છે. તા.૫ થી તા.૧૯ જુલાઇ દરમિયાન યોજાનાર “વંદે ગુજરાત વિકાસ યાત્રા” માં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ, મંજૂર થયેલા નવા ખાતમૂર્હતના કામો, જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથાઓ સહિતના લોકાભિમુખ…

Read More

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીતો)ના ભાવનગર ચેપ્ટર દ્વારા આયોજિત “શૈક્ષણિક જાગૃતિ માટે સુવર્ણ તકો” અંગેના પરિસંવાદમાં સહભાગી થતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીતો)ના ભાવનગર ચેપ્ટર દ્વારા ભાવનગરના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેનું માર્ગદર્શન મળે અને તેઓ ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરી શકે તે માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર નગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલા “શૈક્ષણિક જાગૃતિ માટે સુવર્ણ તકો” અંગેના પરિસંવાદમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, જીતો એ તેના કાર્યો દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની સુવાસ ફેલાવી છે. જીતો દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા સેમિનાર અને શૈક્ષણિક સુવિધાઓથી અનેક વિદ્યાર્થીઓએ રાજ્ય અને દેશની વહીવટી સેવાઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ વિદ્યાર્થીઓ જીતો…

Read More

રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામે આર સી એમ કંપની દ્વારા ઓર્ગોનાઇઝર વસ્તુઓ થી લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોલ ના ઉદ્દઘાટન સાથે સાથે અમુલ ડેરી ની પ્રોડક્ટ ના પાર્લર નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભીલોટ ગામ ખાતે માંડવરાયજી પેટ્રોલિયમ ની બાજુમાં કરવામાં આવેલ ઉદઘાટન પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, રાધનપુર સુરજ ગીરી, પાટણ જિલ્લાના ભાજપ મહામંત્રી, પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, કેશુભા પરમાર, રાધનપુર માર્કેટ યાર્ડ ના ચેરમેન ડો કનુભાઈ પટેલ,…

Read More

રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા મહેસૂલ વિભાગે ઉઠાવ્યા અનેક નક્કર કદમ

રાજ્યમાં મહેસુલ ક્ષેત્રે થયેલી ડિજિટલ ક્રાંતિ હિન્દ ન્યુઝ, બોટાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી મોટુ કદમ ડિઝિટલ ઇન્ડિયા મુહિમ છે. જેના થકી પેપરલેસ ગવર્નન્સ અને નાગરિકોને જરૂરી સેવાઓ – સરકારી યોજનાઓના લાભો ઘરે બેઠા ઉપલબ્ધ થયા છે. ગુજરાત પણ ડિઝિટલ સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર રહ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસુલ ક્ષેત્રે વધુ પારદર્શકતા લાવવા માટે થયેલી ડિજિટલ ક્રાંતિ નાગરિકો ક્યારેય ભૂલી નહિ શકે. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે…

Read More

ધ્રાંગધ્રા દિવ્યાંગ યુનિયન દ્વારા ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા નું સન્માન

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા        સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ઘણા વર્ષોથી જનસેવા અને દિવ્યાંગો ના હિતના કાર્યો કરતી આવી છે તયારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા નું ધ્રાંગધ્રા દિવ્યાંગ યુનિયન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા દિવ્યાંગો ની ટિમ વિધાતા ના નિર્ણય સામે કોઈ પણ ફરિયાદ કર્યા વગર જન ઉપયોગી કાર્યોમાં ભાગીદાર બનીને સાધારણ જીવન જીવતા જન સમુદાય ને વતન અને રાષ્ટ્ર સેવા ની કેડી બતાવતી રહે છે. ત્યારે આ ટીમમાં દિવ્યાંગ યુનિયન ના પ્રમુખ તેમજ પેરા…

Read More

વંદે ગુજરાત કાર્યક્રમ અતર્ગત યોજાનાર વિકાસ યાત્રા રથની તૈયારીઓ અંગે કલેકટર ડૉ. મનીષકુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, લુણાવાડા      ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. મહીસાગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાની તૈયારીઓ થઈ રહી છે. ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા સાચા અર્થમાં જનસેવાનો સેવાયજ્ઞ બની રહે તે માટે ટીમ…

Read More