વખા કોલેજ એન સી સી 35 બટાલિયન ટિમ દ્વારા બાળકો ને રસી અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

૩૧ જાન્યુઆરી રવિવાર ના રોજ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૧૧ બુથ પર ૨૪૬૮૦ બાળકો ને આજે પોલિયો રસી આપવામાં આવી રહી છે. જેમાં દિયોદર તાલુકા ની ધરેક આગણવાળી, પ્રાથમિક શાળાઓમાં તેમજ વખા કોલેજ દ્વારા પણ એન સી સી ૩૫ બટાલિયન ના વિધાર્થીઓ દ્વારા પ્રથમ વખત એક આયોજન કર્યું છે.

જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલ, દિયોદર ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, ખાતે રવિવાર ના રોજ “આવો રસી ના બે ટીપાં પીવડાવી, લઈ એ બાળકો ની દરકાર અનુસાધને ભારત પોલિયો મુક્ત દેશ અનુસંધાને પોલિયો ના બે ટીપાં અચૂક પીવડાવવા ની સાથે 5 વર્ષ માં બાળકો ને પોલિયો પીવડાવવા માં આવ્યા હતા. જેમાં દિયોદર આજુ બાજુ વિસ્તાર ના બાળકો એ પણ આ કેમ્પ ની મુલાકાત લીધી હતી. જેમાં વિધાર્થીઓ દ્વારા એક આયોજન કરાયું હતું. જેમાં વખા કોલેજ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment