થરાદ ખાતે 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ

           થરાદના ખોરડા ગામે આવેલ એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ કોલેજમાં બ્રહ્મસમાજના યુવાનો દ્વારા તારીખ ૩૧/૦૧/૨૦૨૧ ને રવિવારના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાવ- થરાદ- દિયોદરના ઉત્સાહિત યુવાનોએ સવારના સાડા નવ વાગ્યેથી ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો. તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન સંદર્ભે ૪૨ ગામ ના પ્રમુખ બિપીન ભાઇ ત્રિવેદી તથા સુભાષ ત્રિવેદી અજય ભાઇ ઓઝા, પ્રકાશ ઓઝા તથા ભુરાલાલ ઓઝા, મધુ ભાઈ ત્રિવેદી તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

           શ્રીમાળી બ્રાહ્મણ સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે નવા વર્ષે નવ યુવાનો ભેગા થઈ સમાજલક્ષી કાર્યોથી એકબીજા પ્રત્યે ભાઈચારાની આત્મીયતા કેળવાય તેવા ઉમદા વિચારોથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના હોદ્દેદારો, ટુર્નામેન્ટના ઉત્સાહિત યુવાનો અને લોકો ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી,  થરાદ

Related posts

Leave a Comment