દિયોદર કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

 

પોલીસ સહિત મામલતદાર કચેરી માં સ્ટાફે વેકસીન લીધી કોઈ અસર નહીં રાજ્ય માં આજે રવિવાર ના રોજ બીજા તબબકા માં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે.

જેમાં દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ આજે દિયોદર પોલીસ સ્ટેશન ,નાયબ પોલીસ અધિક્ષક કચેરી,તેમજ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન આપવામાં આવી હતી. જેમાં આ વેકસીન આપવા સમય કોઈ પણ આડઅસર જોવા મળી આવી ન હતી. આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી એચ ચૌધરી, નાયબ કલેકટર એમ કે દેસાઈ,મામલતદાર કે કે ઠાકોર અને નાયબ મામલતદાર પી આર ઠાકોરે આ વેકસીન લીધી હતી.

રિપોટર : પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment