હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામે આર સી એમ કંપની દ્વારા ઓર્ગોનાઇઝર વસ્તુઓ થી લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોલ ના ઉદ્દઘાટન સાથે સાથે અમુલ ડેરી ની પ્રોડક્ટ ના પાર્લર નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ભીલોટ ગામ ખાતે માંડવરાયજી પેટ્રોલિયમ ની બાજુમાં કરવામાં આવેલ ઉદઘાટન પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, રાધનપુર સુરજ ગીરી, પાટણ જિલ્લાના ભાજપ મહામંત્રી, પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, કેશુભા પરમાર, રાધનપુર માર્કેટ યાર્ડ ના ચેરમેન ડો કનુભાઈ પટેલ, સાંતલપુર તાલુકાના માર્કેટ યાર્ડ ના ચેરમેન ભેમાભાઈ ચોધરી, રાધનપુર માકેટ યાર્ડ ના પુવૅ ચેરમેન અમથાભાઈ ચોધરી, ડો દેવજીભાઈ પટેલ, ડી વાઈ એસ પી વાધેલા, સરહદ ડેરી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા, માંડવી ડિરેક્ટર મયુરભાઈ, થરા નગરપાલિકા ચેરમેન પૃથ્વીરાજ સિંહ, બાબુલાલ ચોધરી, અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ પ્રમુખ,બનાસકાંઠા પ્રવિણ સિંહ, પાટણ જિલ્લા રાજપૂત યુવા સંઘ પ્રમુખ મહિપતસિંહ, સંત શ્રી સીવાનંદજી બાપુ લોલાડા, ભારતીય જનતા પાર્ટી નેતા આરસીએમ કંપનીના અધિકારીઓ સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોકોની ઉપસ્થિતિ ની અંદર ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલા ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર