ફાર્મર રજિસ્ટ્રેશન ન કરાવનાર ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિ યોજના (રૂ.૨૦૦૦)નો હપ્તો નહીં મળે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લામાં ૧,૦૦,૩૪૦ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના યોજનાનો લાભ લે છે. જેમાંથી અત્યાર સુધી ૭૪,૨૬૩ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બાકી રહેલા ૨૫ ટકા ખેડૂતોએ ૧૨- જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું તો આગામી રૂ.૨૦૦૦નો હપ્તો જમા થશે નહિ. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી. કેન્દ્ર સરકારે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકતા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે.  રજિસ્ટ્રેશન વગર ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર રજિસ્ટ્રેશનથી ખેડૂતની ઓળખ સ્થાપિત થશે. કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, પીએમ કિસાન સમ્માન…

Read More

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે સબ સ્ટાન્ડર્ડ – મિસ બ્રાન્ડેડ ખાદ્યપદાર્થો વેચાતા ૬ નમુનાઓના જવાબદારોને નાણાકીય દંડ કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૦૬ એકમોને નાણાકીય દંડ કરવામાં આવ્યો છે. આ એકમોમાં શ્રી એમ.એસ માવા વાલા, ગંભીરા ખાતેથી અમૃત સ્વીટ બરફી ના નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને રૂ.૮૦ હજારનો તથા શ્રી મે. રીચ મોર એપ્રિલ ટ્રેડિંગ, બોરસદ ખાતેથી લીધેલ એક્કા રિફાઇન્ડ કોટન ઓઇલનો નમુનો સબ સ્ટાન્ડર્ડ તેમજ મિસ બ્રાન્ડેડ જાહેર થતા રૂપિયા ૧.૨૫ લાખનો દંડ, કિસ્મત ટ્રેડિંગ કંપની ખાતે…

Read More

આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટમાં જરૂરી તપાસણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જૂન ૨૦૨૫ માસમાં આણંદ તેમજ તાલુકાની જુદી જુદી હોટેલ રેસ્ટોરન્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તૈયાર રાંધેલા ખોરાકના ૧૯ નમૂનાઓ તેમજ રો મટીરિયલ મસાલાના નમૂનાઓ લેવામાં આવ્યા છે,તેમજ જુદા જુદાં રિટેલ/ હોલસેલ/મેન્યુ. માંથી ખાદ્યતેલના, આઇડીન સોલ્ટના , કેરી ના રસ ,નમકીન, અથાણા, મધ, મિલ્ક, સોજી , લસ્સી, ટામેટો કેચ અપ, કોલ્ડ ડ્રિન્કસ, શરબત ના નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવેલ છે. વધુમાં જિલ્લામાં આવેલ જુદા જુદા મધ્યાન ભોજન કેન્દ્ર, અને આઇસીડીએસ ખાતે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સાથે કુલ ૭૦…

Read More

આણંદ જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે ૭૦ શિક્ષણ સહાયકોને નિમણૂકના હુકમ એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, આણંદ      રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે ૭૦ શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવતા આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આ શિક્ષકોને નિમણૂક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી એ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સ ના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી ઓનલાઈન આણંદ જિલ્લાને ફાળવવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૭૦ શિક્ષણ સહાયક ને નિમણૂક હુકમ આપવામાં આવે છે, આ નવનિયુક્ત શિક્ષણ…

Read More

આણંદ જિલ્લાના બાગાયતી ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે આઈ ખેડુત પોર્ટલ ૨.૦ પર તા. ૧૯ જુલાઈ સુધી અરજી કરવી

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૫-૨૬નાં માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન,અર્ધ પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, પાકામંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ઔષધિય/સુગંધિત પાકો માટે નવા ડિસ્ટીલેશન યુનિટ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ, કેળ (ટીસ્યુ), પપૈયા, ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે,ફ્ળપાક…

Read More

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે છેલ્લા ૨ વર્ષમાં કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન અથવા સેવા અંગે આધાર પુરાવા સાથે તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, આણંદ        પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PBRBP) ૨૦૨૫ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે બાળકો દ્વારા બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેવા બાળકોને “પ્રાધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” આપવામાં આવે છે. જેમાં બાળકોને બાળ બહાદુરી એવોર્ડ તથા બાળ શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવે છે. “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર” માટે ૦૫ વર્ષથી વધુ ઉંમરના હોય અને ૧૮ વર્ષથી વધુ ન હોવા જોઇએ ( સંબંધિત વર્ષની ૩૧મી જુલાઈના રોજ) અને શ્રેષ્ઠ…

Read More

ઉમરાળા મામલતદાર કચેરીનું નવી તાલુકા સેવા સદનમાં સ્થળાંતર કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર          મામલતદાર કચેરી-ઉમરાળા, ઉમરાળા ગામે આવેલ સરકારી વસાહતના કવાર્ટર નં.ડી-૧ થી ડી-૬ માં કાર્યરત હતી. જે તા. 04/07/2025 ના રોજ નવી તાલુકા સેવા સદનનું લોકાપર્ણ કરવામાં આવેલું છે તેથી નવી તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીનું સ્થળાંતર કરેલ છે આમ, મામલતદાર કચેરીને લગત સેવા નવી તાલુકા સેવા સદન ખાતેથી મળશે તેમ મામલતદાર ઉમરાળાની યાદીમાં જણાવેલ છે.

Read More

પ્રાકૃતિક શાકભાજી ઝેરમુક્ત અને પોષક તત્વોથી ભરપૂર

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોએ વિવિધ પાકોની સાથે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરીને ઝેરમુક્ત ખેતી અપનાવી છે. ખેડૂતો જો ઋતુ પ્રમાણે પ્રાકૃતિક શાકભાજીનું સમયસર વાવેતર કરે તો મબલક ઉત્પાદન મેળવી શકે છે. એ માટે બીજ માવજત, વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી, વાવવાની પધ્ધતિની સાથે જીવામૃતના ઉપયોગ અંગેની વિગતવાર જાણકારી મેળવીએ.  બીજ માવજત: શાકભાજીના સારા ઉત્પાદન માટે બીજને બીજામૃતથી સંસ્કારિત કરો. બીજને સંસ્કારીત કરવાથી બીજમાં સારો ઉગાવો આવશે, તથા સારા પાકના રૂપમાં સારું ઉત્પાદન મળશે. બીજને જીવામૃતમાં ડુબાડો અને અમુક સામાન્ય બીજને ૬-૭ સેકન્ડ અને…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રીય, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી થશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ ચક્રિય વાહનોની ચાલુ સિરીઝ GJ32 AB, AC, AD, AE, AF, AJ તેમજ ફોર વ્હિલર વાહનોની ચાલુ સીરિઝ GJ32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તા.૧૪/૭/૨૦૨૫ ૦૪:૦૦ PM થી તા.૧૬/૭/૨૦૨૫ ૦૩:૫૯ સુધી ઓનલાઇન અરજીની કરવાની રહેશે. આ ઈ-હરાજીમાં ઓનલાઇન બીડીગ તા.૧૬/૭/૨૦૨૫ ૦૪:૦૦ PM થી ૧૮/૭/૨૦૨૫ ૦૩:૫૯ સુધી કરી શકાશે.  શરતો અને પ્રક્રિયામાં ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર…

Read More

ડિઝાસ્ટર પ્રિપેડનેસ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાએ આગોતરૂ આયોજન રજૂ કર્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       કુદરતી અને માનવસર્જીત આફતોમાં તત્કાલ મદદ પહોંચવી જરૂરી છે. આગોતરા અને તાત્કાલીક લેવાતા પગલાઓના કારણે માનવજીવન બચાવી શકાય છે અને મોટી ખુવારી નિવારી શકાય છે. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કુદરતી આફતો અંગે તૈયારી ચકાસવા ટીમ ફોર ડિઝાસ્ટર પ્રિપેડનેસ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના શીર્ષ અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં હતાં. આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જો કોઈપણ આફતભરી પરિસ્થિતિ સર્જાય તો કેવા પગલાઓ લઈ શકાય અને મુશ્કેલીને પહોંચી વળવા માટે…

Read More