ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ભાજપા પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની સાથે એક ખૂબ સુંદર કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચઓ અને પંચાયતના સદસ્ય સાથે સંવાદ સાધીને તેમનું અભિવાદન કર્યું.    આ અવસરે, પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામો માટે રૂ. 1200 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી ગ્રામ પંચાયતોને કરવામાં આવી. તેમજ ‘સમરસ ગ્રામ યોજના’ હેઠળ 761 સમરસ ગ્રામ પંચાયતોને રૂ. 35 કરોડથી વધુની પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી પણ કરી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે.  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પાક્કા આવાસ સહિતની સુવિધાઓથી સુસજ્જ ગામડાઓમાં ટેકનોલોજીથી સરકારની તમામ યોજનાઓના લાભ નાગરિકો મેળવી રહ્યા છે.  દરેક પંચાયત સ્વચ્છતા,…

Read More

જામજોધપુર તાલુકાની વિવિધ પાંચ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક તથા રસોયાની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં બોરીયોનેશ, બાવડીદળ, વીરપુર-૫૦, વીરપુર-૧૧૬, રોજમારીનેશ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક અને રસોયાની જગ્યાઓ ભરવાની છે. જેમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ આગામી તા.૧૦ જુલાઈ સુધીમાં તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો અરજી પત્રક સાથે રજૂ કરવાની રહેશે.નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમિયાન મામલતદાર કચેરી જામજોધપુર ખાતેની પી.એમ. પોષણ શાખામાંથી વિના મુલ્યે મળી શકશે.જ્યારે આ કેન્દ્રો પર રસોયા માટે ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા તંદુરરસ્ત અને કોઇપણ…

Read More

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરની સુપ્રસિદ્ધ અને નવ દાયકા જૂની શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૯ અને ૧૧ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૫ અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં આયોજિત આ સમારોહમાં દીકરીઓને શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન, સાંસદ અને અન્ય મહેમાનોના હસ્તે ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર દીકરીઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ આપીને શાળામાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધોરણ ૯ થી ૧૨માં પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત…

Read More

આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ

હિન્દ ન્યુઝ, આણંદના    આણંદ જિલ્લાના એક વતની એવા એક બહેનના લગ્ન સામાજીક રીતે બાર વર્ષ અગાઉ થયા હતા, લગ્ન બાદ સાસરીમા સંયુકત પરિવારમા સાથે રહેતા હતા.  બેનના સાસરીમા સાસુ, સસરા,ત્રણ ભાઇ અને તેમના પત્નિ તથા બાળકો રહે છે. બેનના લગ્નજીવનથી સંતાનમાં બે દિકરા છે. જેઓ પરિવાર સાથે સાસરીમાં રહેતા આવ્યા છે. બેન સૌથી છેલ્લા એટલેકે ત્રીજા ક્રમના વહુ છે. પતિ પોતાનો ધંધો કરી ઘરમાં આર્થિક મદદ કરે છે.  સાસુ સસરા આ વહુને અલગ વર્તન કરી શારિરિક માનસિક ત્રાસ આપે છે. કામકાજ બાબતને લઇને સાસુ અવાર નવાર અપશબ્દો બોલી અપમાનિત…

Read More

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઈ ને તથા મેલેરિયા વિરોધી માસ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન મુજબ ૪૫ જેટલી ટીમ દ્વારા મચ્છર જન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છર થી ફેલાતા રોગ અટકાયત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, અને ૫૬૧૪૭ ઘરો ખાતે સર્વે કરવામાં આવ્યો છે, ૧૫૫ દુકાન, સંસ્થાઓ ખાતે ડેન્ગ્યુ મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી સબંધે નોટિસ આપવામાં આવી છે, ૪૧૬૪ પાત્રોમાં પોરા જોવા મળતા કુલ રૂપિયા ૧,૯૭,૨૦૦/- નો દંડ વસૂલ…

Read More

આણંદ જિલ્લામાં તા. ૨૩ મી જુલાઇ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.  આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે.  આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમના પોટૅલ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.  અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર…

Read More

આણંદ ખાતે તા.૨૪ મી જુલાઇ ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, આણંદ ખાતે યોજાશે.  આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત અરજદારો સ્વાગત પોટૅલ  swagat.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકશે.  અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૭/૨૦૨૫ એમ લખવાનું…

Read More

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈ ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લામાં જુલાઈ – ૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૭/૨૦૨૫ (બુધવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર ગારીયાધાર, જિલ્લા વિકાસ અધિકારી જેસર તથા પોલીસ અઘિક્ષક વલ્લભીપુરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા…

Read More

ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ૧,૧૮,૫૭૧ ઘરોની મુલાકાત લઈ સર્વે કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ હેતુ મિશન મોડમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના તમામ વિસ્તારને આવરી લઈ એ મુજબ આયોજન કરી ગત અઠવાડિયામાં કુલ-૨૪૧ ટીમ અને ૫૭ સુપરવાઈઝર દ્વારા ૧,૧૮,૫૭૧ ઘરોની મુલાકાત લઈ ૫,૪૦,૬૭૮ વસ્તીને કવર કરવામાં આવી હતી. જેમાં કુલ-૭૦૫ ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા.  આ સર્વે દરમિયાન કુલ-૪,૧૭,૯૭૪ પાત્રો ચકાસવામાં આવ્યા, જે પૈકી ૮૨૦ પાત્રોમા પોરા મળી આવ્યા હતા. આ તમામ પાત્રોનો નાશ કરી, ઈન્ટ્રા ડોમેસ્ટીક કામગીરી કરી કુલ- ૬૩૬ મચ્છર ઉત્પતી સ્થાનોનો…

Read More

નોંધણા ગામમાં બાળકોને TD વેક્સિન અપાઈ: આરોગ્ય વિભાગનો સરાહનીય પ્રયાસ

હિન્દ ન્યુઝ, જંબુસર         ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામમાં એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધણા ગામની બી.બી. પટેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક મિશ્ર શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરાના આયુષ્યમાન આરોગ્ય મંદિર નોંધણા દ્વારા ટીડી (TD) વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.      આ કેમ્પમાં ૧૦ વર્ષના અને ૧૬ વર્ષના બાળકોને ટીડી વેક્સિન આપવામાં આવી હતી. આ વેક્સિનેશન અભિયાનમાં કોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ. રૂપલ દેસાઈ, એમ.પી.એચ.ડબલ્યુ. ગણપતસિંહ મોરી, એફ.એચ.ડબલ્યુ. પૂનમબેન પટેલ અને આશા વર્કર બહેનો હાજર રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બાળકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકારના…

Read More