હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનું નાનકડું ગામ બગડ. પણ અહીંની શાળામાં બાળકો માટે તકો એટલી મોટી છે, કે મોટા શહેરોની શાળાઓને પણ દાદ દેવી પડે. ‘ટેન બેગલેસ ડે’ અંતર્ગત બગડ પ્રાથમિક શાળામાં થયેલી ઉજવણીઓએ બતાવ્યું કે, શિક્ષણ પુસ્તકોની સાથે સાથે અનુભવ અને સર્જનાત્મકતામાં પણ છે. શિક્ષણ વિભાગનાં બેગલેસ ડેની ઉજવણીનાં પરિપત્ર અનુસાર બગડ પ્રાથમિક શાળા ખાતે દરેક શનિવારને કંઈક ખાસ બનાવવાની તૈયારી શાળાનાં આચાર્યશ્રી હિરલબા અને તેમની દ્રઢસંકલ્પી ટીમ દ્વારા કરવામાં આવી હતી. તેમનાં નેતૃત્વ હેઠળ દરેક શનિવારને ઉજવણીનાં તહેવારમાં ફેરવી…
Read MoreDay: July 30, 2025
બોટાદમાં સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેરમાં આવેલી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ)માં દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો અલગ અલગ સરકારી કામ અર્થે જેવા કે લાયસન્સ સંબધિત વાહન નોંધણી વાહન તબદીલી નોંધણી બાદની કાર્યવાહીઓ ટેક્સ ભરવાની કાર્યવાહી પરમીટ સંબંધિત કાર્યવાહી માટે આવતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં બિન અધિકૃત વ્યકિતોઓનો કચેરીમાં પ્રવેશ અટકાવવા માટે જાહેર જનતાના હિતમાં અનઅધિકૃત ઈસમોના એ.આર.ટી.ઓ. કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાર્ગવ પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, બોટાદ શહેરમાં આવેલી…
Read Moreસભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવાં કાર્યક્રમ કરતાં હોય છે. જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને…
Read Moreબરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૬/૦૮/૨૦૨૫ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ મામલતદાર કચેરીનાં સભાખંડમાં, જિલ્લા પોલીસ અધિક્ષક, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ મંગળવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે યોજાશે. આ તાલુકા કક્ષાનાં જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાનાં સમગ્ર નાગરીકોને રોજીંદા જીવનને સ્પર્શતાં પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવાં પ્રશ્નો રજુ કરી શકાય છે. …
Read Moreવરસાદની ઋતુમાં સાપ કરડવાથી બચવા માટે ખાસ સાવચેતીઓ રાખવી જરૂરી
હિન્દ ન્યુઝ, બોટાદ હાલમાં ચોમાસાની ઋતુમાં સાપ કરડવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. સર્પદંશની સ્થિતિમાં તાત્કાલિક તબીબી સહાય મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાપ કરડે એટલે તરત જ 104, 108, 102 કે 112 જેવાં ઈમરજન્સી નંબર પર કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ અને દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. દર્દીને આ સમય દરમિયાન સ્ટ્રેચર ઉપર ડાબા પડખે સુવડાવીને જમણો પગ વળેલો હોય અને હાથથી એના માથા ને ટેકો મળે તેવું કરવું જોઈએ જેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. સારવાર ટીમને ડંખનું…
Read Moreનાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન અંતર્ગત બોટાદ નગરપાલિકા ખાતે શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન 01/07/2025 થી 30/09/2025 અંતર્ગત બોટાદ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં દસ કે તેથી વધુ વર્ષ પહેલાં ખોલવામાં આવેલાં બચત ખાતા અને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતામાં ફરીથી કેવાયસી કરાવવી તથા ડિજિટલ છેતરપિંડીથી કેવી રીતે બચવું, RBIમાં ટ્રાન્સફર થયેલા દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો, જનધન ખાતા ખોલવા,નોમિનેશન કરાવવું તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે અંગેની કામગીરી કરવામાં આવી હતી. …
Read Moreજનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ૧૦૮૩ હોસ્પિટલોનું થયું રજીસ્ટ્રેશન
હિન્દ ન્યુઝ, આણંદ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત હોસ્પિટલોએ ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જે અંતર્ગત જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે કુલ ૧૦૮૩ અરજીઓને ઓનલાઇન મંજૂર કરવામાં આવી છે, તેમ જનરલ હોસ્પિટલ, આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન અંગેની માહિતી મળી શકે તે હેતુસર જાણકારી આપવામાં આવી છે, અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આણંદ હોમિયોપેથીક એસોસિએશન અને આણંદ આયુર્વેદિક એસોસિએશનને પણ આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓનું…
Read Moreજવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા તા.૨૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરો
હિન્દ ન્યુઝ, આણંદ પીએમ, શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભાદરણના આચાર્ય ની યાદીમાં જણાવ્યા મુજબ જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૯ અને ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવા માટે ની છેલ્લી તારીખ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે, તેમ જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આણંદ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ ૦૮ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હોય, તેવો પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. પ્રવેશ પરીક્ષા તારીખ ૦૭ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ને શનિવારના રોજ યોજવામાં આવશે,…
Read Moreમહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે નિશુલ્ક ધોરણે તાલીમ વર્ગો યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, ઠક્કરબાપા હોસ્ટેલ પરિસર, પેન્શન પુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦ % કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક પહેરી મૂંગી અલ્પ અંધ અંધ મંદબુદ્ધિ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે આ કેન્દ્રમાં ડ્રેસ મેકિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન તાલીમ વર્ગો નિશુલ્ક ધોરણે ચલાવવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે ચાલતા કોર્સ માટે તાલીમાર્થીઓને ભારત સરકાર તરફથી નિયમો અનુસાર શિષ્યવૃત્તિનો લાભ પણ આપવામાં આવે છે. આ તાલીમ…
Read Moreજિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાણી પીણીની ૧૩૦ જેટલી લારી ગલ્લાની તપાસ કરી ૨૨ નમુના પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ ફૂડ ખાણીપીની લારીઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન વિદ્યાનગર ઇસ્કોન મંદિર રોડ ખાતે આવેલ, આણંદ ટાઉનહોલ પાસે, ખાઉંદરા ગલી, નવા બસ સ્ટેન્ડ પાસે, ગામડી વડ, ગ્રીડ ચોકડી રોડ પર, ખંભાત ખાતે બસ સ્ટેશન, ટાવર પાસે, સ્ટેશન રોડ, પ્રેસ રોડ, ડોક્ટર આંબેડકર સર્કલ પાસેના સ્ટ્રીટ ફૂડ તથા આમલેટ બનાવતી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોજીત્રા ચોકડી ખાતે અને સોજીત્રા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં તથા ચાંગા અને ચાંગા યુનિવર્સિટી ની આસપાસમાં આવેલ ખાણીપીણીની લારી…
Read More


