પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગની ૦૯ ટીમ કાર્યરત

હિન્દ ન્યુઝ, પેટલાદ     પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળા (હિપેટાઈટીસ-એ) ના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા ૦૯ જેટલી આરોગ્યની ટીમો બનાવીને રોગચાળા અંતર્ગત ચાંગા ગામ ખાતે વ્હોરવાડ, માતરીયું ફળિયું, જનતા કોલોની, તાડ ફળિયું વિગેરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ડોક્ટર પિયુષ પટેલે ચાંગા પ્રાથમિક આરોગ્ય કેંદ્રની આરોગ્યની ટીમોને રોગચાળા અટકાયતી અંગે તેમજ પીવાના પાણીની પાઈપલાઈન લીંકેજ તાત્કલિક રીપેર કરવા ગ્રામ પંચાયતને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી  અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંગા ગામમાં વ્હોરવાડ,…

Read More

આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પડવાના હેતુથી ધિરાણ મેળવવા તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી અરજી કરો

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધિરાણ આપવા માટેની મુદતમાં વધારો કરી આગામી તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નિગમની વેબ સાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.  ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ અરજદારે જરૂરી આધાર-પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. જે આપની અરજી ઓનલાઇન કરવા માટે મદદરૂપ થશે. અરજી ફોર્મ કન્ફોર્મ થયા બાદ…

Read More

આણંદ જિલ્લાના ખેડૂતો મીની ટ્રેક્ટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ખેડૂતો માટે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા આણંદ જિલ્લાના તમામ ખેડૂતોએ આઇ ખેડુત( https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર તારીખ ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.  નવીન…

Read More

આણંદ જિલ્લામાં ગણેશોત્સવ પર્વે ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ પ્રચલીત રીત-રીવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આવી રીતે વિસર્જીત કરી દેવા માટેની હંગામી સ્થાપન કરેલ મુર્તીઓ સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવવામાં આવતી હોય છે. જેમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થાય છે. જેથી આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવાથી પાણી જન્ય જીવો નાશ પામી શકે છે. તેમજ કેમિકલયુક્ત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) તથા કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં…

Read More

સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આણંદ જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ૭૮ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪ અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવી હતી અને આણંદ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ સહાયકો ફાળવવામા આવ્યા હતા. આણંદ જિલ્લામાં સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આયોજિત કાર્યક્રમમાં કુલ ૭૮ શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એ નવનિયુક્ત શિક્ષકોને ફરજ પૂરી પ્રામાણિકતાથી અને…

Read More

ખાંડ સાથે દુશ્મનાવટ કરો અને વજન ઉતારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       આધુનિક જીવનશૈલીમાં વધુ સગવડતાઓ, બેઠાડું જીવન અને ભોજનની અયોગ્ય આદતોના કારણે શારીરિક તકલીફો વધી છે. મેદસ્વિતા પણ આધુનિક જીવનશૈલીમાંથી ઉત્પન્ન થયેલી આવી જ એક વિકટ સમસ્યા છે. ખાંડ એ મેદસ્વિતાનો પાક્કો દોસ્ત છે. ખાંડ સાથે દુશ્મનાવટ કરવાથી વજન સૌથી ઝડપથી ઉતારી શકાય છે. આ માટે વધુ પડતી ગળી ચીજવસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે. પેકેજિંગ ફૂડ, કોલ્ડડ્રિંક્સ સહિતના અનેક ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું જોવા મળે છે. ખાંડ મુખ્યત્વે શેરડીમાંથી બનાવવામાં આવે છે. ખાંડમાં ગ્લુકોઝ, સુક્ટોઝ અને ફૂક્ટોઝની માત્રા હોય છે. જેનું વધુ…

Read More

ફાટેલા હોઠની ખામી લઈ જન્મેલી રીવાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને ગંભીર બીમારીમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે) ગીર સોમનાથના બાળકો માટે આશીર્વાદ સમાન બન્યો છે. આર.બી.એસ.કે અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બીમાર બાળકોને ઘરે તેમજ શાળાએ જઇ તપાસ કરી જરૂરી સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયદીપભાઇ પંપાણિયાની દિકરી રીવાનું જન્મજાત ફાટેલા હોઠની ખામીનું ખાનગી હોસ્પિટલમાં રૂ.૧ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મૂલ્યે થયું હતું.…

Read More

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એડવાઈઝરી કમીટિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપી હતી. કમિટીએ જિલ્લામાં 7 નવાં રજીસ્ટ્રેશન અને 7 રીન્યુઅલ અરજીને બહાલી આપી હતી. આ ઉપરાંત નવી અરજીઓની ચકાસણી, ચેક લિસ્ટ અહેવાલ અંગે સર્વ સંમતિથી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. કલેકટરએ ઓચિંતી તપાસ, કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી અંગેની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતાં. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંન્દ્રમણીકુમારે ભાવનગરમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે થયેલી કામગીરી અંગે વાકેફ…

Read More

ભાવનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષક દળોમાં ભરતી માટે નિ:શુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાનાં યુવાનો અગ્નિવીર ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને તાલીમ આપવાં ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવશે.  તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેણે અગ્નિવીર ભરતી જાહેરાત-૨૦૨૫ અન્વયે ફોર્મ ભરેલ હોય તેમજ નિયત લાયકાત ધરાવતાં હશે તેવાં જ ઉમેદવારો અરજી કરી શકશે.  હાલમાં લેવાયેલ અગ્નિવીરની કોમ્પ્યુટર પરીક્ષા(CEE) પાસ કરનારને તાલીમ માટે અગ્રિમ પ્રાધાન્ય આપવામાં આવશે. વહેલા તે પહેલાનાં ધોરણે દિન-૧૫માં તમામ પ્રમાણપત્રો સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર કચેરી ખાતે ચાલુ દિવસો દરમિયાન…

Read More

જામનગરના મોટી બાણુગર ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસની ઉજવણી અંતર્ગત “લેટ્સ બ્રેક ડાઉન” થીમ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર       વિદ્યાર્થીઓમાં હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના હેતુસર “લેટ્સ બ્રેક ડાઉન” ની થીમ પર શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મોટી બાણુગાર ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસ ૨૦૨૫ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુગર હેઠળ આવતી આ શાળામાં ધોરણ ૧૧ અને ૧૨ ના ૫૮ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને હેપેટાઈટિસના વિવિધ પ્રકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ટીબી, વાહકજન્ય રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ડાયેરિયા અને એનીમિયા વિશે…

Read More