તા.૨૫ જુલાઈ ના રોજ અમદાવાદ ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     ગુજરાતના વસવાટ કરતા માજી સૈનિકો માટે રોજગાર મેળા નું આયોજન આગામી તારીખ ૨૫ મી જુલાઈ શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરના ૧૩-૦૦ કલાક સુધી અમદાવાદ કેન્ટ ખાતે કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળા નો લાભ લેવા માટે ઓનલાઇન પોર્ટલ પર www.esmhire.com નોંધણી કરવાની રહેશે. આ રોજગાર મેળા સંબંધી વધુ માહિતી માટે જોઈન્ટ ડાયરેક્ટર DRZ (S) ૦૨૦૨૬૩ ૪૧૨૧૭ અને જોઈન્ટ ડાયરેક્ટર DGR (C) ૦૧૧૨૦૮૬૨૫૪૨, તથા seopadgr@desw.gov.in અને dirsedgr@ desw.gov.in ઉપર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવસવાટ અધિકારી, વડોદરા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા

હિન્દ ન્યુઝ જામનગર     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.અને નાગરિકોને તેમની રજૂઆતો પર સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જનતા સાથે સીધો સંવાદ સેતુ સ્થાપિત કરવા માટે દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આ પ્રકારના લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર…

Read More

કૃષિ તાલિમ થકી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવતા ગીર સોમનાથના ખેડૂતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયત અને ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂતોને સતત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મળતું રહે છે. જેના થકી પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર થઈ અને ખેડૂતો પોતાની ઉપજ વધારી રહ્યાં છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે આ તમામ વિભાગો દ્વારા નિયમિત તાલીમ યોજી અને ગ્રામ્ય કક્ષાએ પરંપરાગત કૃષિ કરતાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. ‘આત્મા’ યોજના અંતર્ગત ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી ઉત્પાદન વધારવા અંગે તાલીમ આપવામાં આવે છે. પ્રાકૃતિક…

Read More

જાહેર હિસાબ સમિતિના સભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ જાહેર હિસાબ સમિતિના સભ્યોએ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. સોમનાથના પંડિતો દ્વારા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ સભ્યોનું ટ્રસ્ટ દ્વારા ઓમ નમઃ શિવાય લખેલા ઉપવસ્ત્ર અને પ્રસાદી દ્વારા સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. જાહેર હિસાબ સમિતિના સભ્યોએ ગંગાજળનો જળાભિષેક કરી ભગવાન સોમનાથનું પૂજન-અર્ચન કર્યું હતું. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને સભ્યોએ મંદિર પરિસરમાં આવેલ હમીરજી ગોહિલની ખાંભીએ નમન કરી તેમની શહાદતનું સ્મરણ કર્યું હતું. તેમજ ગણપતિ અને હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા હતાં.…

Read More

તળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર    આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને GPKVB ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫/૦૭/૨૦૨૫ ના રોજ તળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયેલ હતો.  ખેડૂતો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળીને ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે ભાવનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા વિશેષ કિસાન ગોષ્ઠિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.    આ કાર્યક્રમમાં ૭૪ ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતીની સવિશેષ માહિતી મદદનીશ ખેતી નિયામક ડી. પી જાદવ તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજર રાજભા ગોહિલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર બ્રિજેશ સોલંકી દ્વારા…

Read More

ભાવનગર જીલ્લાના લેવલ કોસીંગ નં.૧૮૫ ધોળા ખાતે ધોળા-સણોસરાના રૂટ પર ચાલતા વાહનો માટે તા.૧૮ થી તા.૨૧ જુલાઈ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે વાહનો માટે રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જીલ્લાના લેવલ કોસીંગ નં.૧૮૫ ધોળા ખાતે કિ.મી. ૧૨૦ / ૬-૭ વચ્ચે ધોળા-સણોસરાના સમારકામના કામે આ રૂટ પર ચાલતા વાહનો માટે તા.૧૮/૦૭/૨૦૨૫ થી તા.૨૧/૦૭/૨૦૨૫ સુધીના સમયગાળા માટે આ રૂટ પરના વાહનો માટે રસ્તો બંધ કરવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા અંગે વૈકલ્પીક રસ્તા-ડાયવર્ઝન રૂટની વિગતો તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતની વિગતો ધ્યાને લઇ આવતા-જતા વાહનો માટે ડાયવર્ઝન આપવા સીનીયર સેકશન એન્જીનીયર, પશ્ચિમ રેલ્વે, ભાવનગર પરાના તા.૧૦/૦૭/૨૦૨૫ ના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ હું…

Read More

ભાવનગરમાં આવેલ સેન્સીટીવ ઝોન‌ ખાતે પરવાનગી વગર ડ્રોન ઉડાવવાં પર‌ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી.ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોઘા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન…

Read More

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની તાલીમનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૧૧.૦૭.૨૦૨૫ થી તા.૧૪.૦૮.૨૦૨૫ સુધી જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની ૩૫ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં ૩૪ જેટલા બી.પી.એલ. તાલીમાર્થી બહેનો જોડાયેલ છે. આ સાથે તાલીમ કાર્યક્રમનો શુભ આરંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.    આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી તાલીમ કાર્યક્રમમાં જોડાયેલ છે. આ શુભારંભ કાર્યક્રમમાં આવેલ ડાયરેકટર દ્વારા બહેનોને તાલીમ પૂરી કર્યા પછી તાલીમાર્થી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ…

Read More

સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંસદીય ક્ષેત્ર જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં વિકાસના કામો માટે ગ્રાંટની ફાળવણી

હિન્દ ન્યુઝ, જામનગર      સંસદ સભ્યઓને તેમના સંસદીય મતવિસ્તારમાં વિકાસના કામો માટે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLAD) હેઠળ દર નાણાકીય વર્ષે રૂા.૫ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, જેમાંથી અનુસુચીત જાતીના વિસ્તારો માટે ૧૫% અને અનુસુચીત જનજાતીના વિસ્તારો માટે ૭,૫% અને બાકીની રકમની ફાળવણી અન્ય વિસ્તારો માટે આ યોજનાની માર્ગદર્શીકાથી નકકી કરાયેલ કામો માટે જ ફાળવણી દરખાસ્ત કરવાની રહે છે.      ૧૮ મી લોકસભા અંતર્ગતના વર્ષ માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા અત્યાર સુધીમાં સંસદીય મતવિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના સમાવિષ્ટ ગામોના વિકાસ કામો…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રૂ.4.57 કરોડના ખર્ચે નિર્મિત જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર        ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર તાલુકાના જાંબુડા ખાતે રૂ.4.57 કરોડના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિરનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ આરોગ્ય સુવિધાઓ જાંબુડા સહિત આસપાસના 20 ગામોના અંદાજે એક લાખ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓનો લાભ પૂરો પાડશે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, જાંબુડા સાંસદ આદર્શ ગ્રામ હોવાથી આરોગ્ય કેન્દ્રની મંજૂરી સરળતાથી શક્ય બની. તેમણે વડાપ્રધાન…

Read More