હિન્દ ન્યુઝ, બોટાદ મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી)નીચે મળેલ અધિકારની રૂએ બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.જીન્સી રોયે ફરમાવ્યું છે કેસ ગોમા સિંચાઈ યોજનાના ટીબીસી વિસ્તારમાં સરવા ગામથી મોટી વીરવા ગામને જોડતા માર્ગમાં ૧૦ સ્પાન ધરાવતા બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે/મોટા વાહનો માટે બંધ કરવા તેમજ આ બ્રિજ પરથી પસાર થતાં મોટા/ભારે વાહનો પરનો ટ્રાફિક ડાયવર્ટ ક૨વા અર્થે નીચે જણાવ્યા મુજબ વૈકલ્પિક ૨સ્તાઓ ઉપયોગમાં લેવા સૂચના છે. વૈકલ્પિક રૂટ (૧) મોટી વીરવાથી વિંછીયા જવા માટે- મોટી વિ૨વાથી વાંગધ્રા (વિલેજ રોડ ડામર પટ્ટી પહોળાઈ ૩.૭૫ મી.) થઈને વિંછીયા તરફ (લંબાઇ ૧૨.૭૦…
Read MoreDay: July 28, 2025
ચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આટલા ઉપાયો ચોક્કસથી અપનાવો
હિન્દ ન્યુઝ, બોટાદ ચોમાસામાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે. આ રોગોથી બચવા માટે બોટાદ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયાએ જણાવ્યું કે હતું કે, “વ્યક્તિગત સ્વચ્છતા, પીવાનું શુધ્ધ પાણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પાણીજન્ય રોગચાળાથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલાં તો એ જરૂરી છે કે આપણે પીવાના પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવીએ. જો પાણીનો સ્ત્રોત શંકાસ્પદ હોય તો પાણીને સારી રીતે ઉકાળીને પીવો,…
Read Moreપ્રવેશસત્ર-૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ રાણપુર ખાતે બીજા રાઉન્ડ માટેનાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ
હિન્દ ન્યુઝ, બોટાદ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રવેશસત્ર-૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ રાણપુર ખાતે ફીટર, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસટન્ટ, મિકેનિક ડીઝલ, મશીનીષ્ટ ગ્રાઈન્ડર અને વેલ્ડર ટ્રેડમાં બીજા રાઉન્ડ માટેનાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ તા.૨૮/૦૭/૨૦૨૫ થી https://itiadmission.gujarat.gov.in/ પોર્ટલ શરુ છે. પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયા સંબંધિત માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણપુર, ગિરનારી આશ્રમ પાસે, પાળીયાદ રોડ, નાની વાવડી પાટિયા સામે, રાણપુરની રૂબરૂ મુલાકાત…
Read Moreમહિલા અને બાળ વિભાગ તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ખાંભડા ગામની પાવન માધ્યમિક શાળામાં જાતીય સતામણી કાયદા અંગે જાગૃતતા કેળવવા કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બલોલીયા અને મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ.મન્સુરીના માર્ગદર્શન હેઠળ ખાંભડા ગામની પાવન માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે “બેટી બચાવો બેટી, પઢાવો કાર્યક્રમ” અંતર્ગત જાતીય સતામણી અને ઘરેલુ હિંસાના કાયદા તેમજ વિવિધ યોજનાઓ અને હેલ્પ લાઇન નંબર વિશે જાગૃતતા લાવવા હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પી.બી.એસ.સીના કાઉન્સેલર રીંકલબેન મકવાણા દ્વારા સેન્ટરની કામગીરી વિશે, આવતા કેસો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ હાલમાં કિશોરીઓ સાથે બનતા કિસ્સાઓમાં થતી જાતિય સતામણી સમયે જાગૃતતા કેળવવા અને…
Read Moreભાવનગર જિલ્લામાં સારા વરસાદને લીધે ૩.૭૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આ વર્ષે આરંભથી જ સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમા આનંદની લ્હેર પ્રસરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવણીમાં ભાવનગર જિલ્લામાં કપાસ મોખરે છે. જ્યારે મગફળીનું વાવેતર બીજા ક્રમે રહ્યું છે. ભાવનગરમાં તા.૨૪મી જુલાઇ,૨૦૨૫ સુધીમાં ૩,૭૪,૯૪૯ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. ચાલુ સિઝનમાં થયેલાં વાવેતરની વિગતો જોઇએ તો ભાવનગર તાલુકામાં ૧,૨૮૯ હેક્ટરમાં બાજરી, ૨૦ હેક્ટરમાં તુવેર, ૪૮ હેક્ટરમાં મગ, ૧૪ હેક્ટરમાં અડદ, ૩,૩૬૪ હેક્ટરમાં મગફળી, ૦૩ હેક્ટરમાં તલ, ૦૩ હેક્ટરમાં સોયાબીન,૭,૫૨૧ હેક્ટરમાં કપાસ, ૧,૦૯૫ હેક્ટરમાં શાકભાજી, ૧૨,૦૫૮ હેક્ટરમાં…
Read Moreકોડીનારના પણાદરમાં સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, કોડીનાર પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત કોડીનાર તાલુકાના પણાદર પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.શ્વેતા દ્વારા સગર્ભા મહિલાઓની જરૂરી તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં મૂળદ્વારકા, પણાદર, છારા, કડોદરા, દામલી સહિતના ગામોમાંથી ૬૨ જેટલી સગર્ભા મહિલાઓને સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસો, નિયમિત ચેકઅપ સાથે જ જરૂરી દવાઓ સાથે માતૃત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સગર્ભાવસ્થાની યોગ્ય સંભાળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવાનો છે.…
Read Moreવેરાવળમાં નવનિયુક્ત શિક્ષકોનો નિમણૂક સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, વેરાવળ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કાર્ય વધુ બળવત્તર બનાવવાની નેમ સાથે સમગ્ર રાજ્યમાં ઉમેદવારોને નિમણૂંક પત્રકો એનાયત કરવાના કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત વેરાવળમાં શ્રીમતી મણીબહેન કોટક હાઈસ્કૂલ ખાતે નવનિયુક્ત શિક્ષકોનો નિમણૂક સમારોહ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા સહિત શિક્ષણવિદ્દોના વરદહસ્તે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ફાળવણી પામેલા ૬૬ ઉમેદવારોને ભલામણપત્ર અને નિમણૂક હૂકમો એનાયત કરવામાં આવ્યાં હતાં. જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાએ જણાવ્યું હતું કે, શિક્ષક એ સંવેદના અને સમર્પણનું પ્રતિક છે. પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે તમામ ઉમેદવારોને નિમણૂક…
Read Moreવહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ઉત્તમ સુવિધાઓ ઊભી કરાઈ
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી. મોટા પ્રમાણમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી રહેલા ભાવિક ભક્તો માટે વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરળતાથી દર્શન થાય તે માટેની વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ સંદર્ભમાં જણાવ્યું કે, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારને લીધે શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડે છે. કલેક્ટરએ જિલ્લા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરે અને કોઈપણ પ્રકારની તકલીફ…
Read Moreસોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીઓની સુવિધામાં ઉમેરો
હિન્દ ન્યુઝ, સોમનાથ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ શ્રી સોમનાથ મહાદેવના આંગણે ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે, શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીઓની સુવિધામાં વધુ એક ઉમેરો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દર્શનાર્થીઓની સુવિધામાં ઉમેરો થાય એ માટે ગોલ્ફાર્ટ આપવામાં આવી હતી. આ ગોલ્ફકાર્ટનું કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલેકટર એન.વી.ઉપાધ્યાય દ્વારા ગોલ્ફ કાર્ટને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ગોલ્ફકાર્ટમાં ડ્રાઈવરની સુવિધા ઈન્ડીયન રેયોન દ્વારા પૂરી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, પવિત્ર શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં સીનિયર સિટીઝનો પણ…
Read Moreગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારાજામનગરના વિવિધ સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અને નશા મુક્તિ અંગે જાગૃતિ અભિયાનનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના માનસિક રોગ ચિકિત્સા વિભાગ દ્વારા જિલ્લાની જાહેર જનતામાં માનસિક રોગ અને તેના ઉપચાર, નશા મુક્તિ, અને ટેલીમાનસ હેલ્પલાઇન અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જામનગરની જાહેર જગ્યાઓ પર લોકોને ઉપરોક્ત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો. દીપક તિવારી, તબીબી અધિક્ષક અને માનસિક રોગ ચિકિત્સા વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ, આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરના લાખોટા તળાવની પાળ ખાતે ડો. આનંદ ભોજાણીની આગેવાનીમાં, અને એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ડિસ્ટ્રિક્ટ કન્વીનર ડો.પટેલની આગેવાનીમાં, માનસિક રોગ…
Read More