હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના પ્રવાસન મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ પી.એમ. શ્રી લાલપુર કન્યા શાળાના ચાર નવીન ઓરડા તથા શાળા અપગ્રેડેશનનું તથા લાલપૂર તાલુકા સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત પીએમશ્રી લાલપુર કન્યા શાળામાં રૂ.67.50 લાખના ખર્ચે ચાર નવીન ઓરડાઓનું અને શાળા અપગ્રેડેશનનું કામ કરવામાં આવ્યું છે. આ શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ ક્લાસરૂમની મુલાકાત લઈ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રોજેક્ટરના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે તેનું પણ નિરીક્ષણ કરી, શાળાના સાયન્સ રૂમની તથા…
Read MoreMonth: June 2025
ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ની સૂચના આપવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળી. આ રજૂઆતોનું ઝડપથી હકારાત્મક નિરાકરણ આવે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. તેવી જ રીતે, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરી.
Read Moreજસદણ વોર્ડ નંબર 3મા ખાટલા બેઠક યોજાય
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ શહેર ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નંબર ત 3 ખાટલા બેઠક યોજવામા આવી જેમા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના -૧૧ વર્ષ સંદર્ભે શક્તિ કેન્દ્ર નંબર 3 માં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સિદ્ધિઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન માં 70 વર્ષથી વધુ વયના નાગરિકોને રજીસ્ટ્રેશન વિશે માહિતી આપી. આ તકે જસદણ નગર પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી, વોર્ડ નંબર 3 ના સભ્ય ગભરુભાઈ ધાધલ, પુર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ…
Read Moreઆદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને નારી ગ્રુપ દ્વારા રક્ત દાન કેમ્પ યોજયો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ મુકામે કૈલાશ નગર ખાનપર રોડ સ્વામિનારાયણ મંદિરે મુરબ્બી સ્વ.અશોકભાઈ મહેતા તેમજ સ્વ. દિનેશભાઈ વેકરીયા ના દ્વી માસિક શ્રધાંજલિ નિમિત્તે શ્રી આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી નારી ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ રક્તદાન કેમ્પ મા ઘણા મહાનુભવો ઉપસ્થિત રહી અને રક્તદાન કરેલ તેમાં નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ નગરપાલિકા પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાવ સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read More‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ની ઉજવણી અંતર્ગત તા.૨ જુલાઇ ૨૦૨૫ના રોજ બોટાદની સહકારી બેંકોની તમામ શાખામાં લોન મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ: ૨૦૨૫ને “Cooperatives Build a better World” પહેલ અંતર્ગત ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ પહેલનો હેતુ સામાજિક અને આર્થિક વિકાસમાં સહકારની મહત્વની ભૂમિકાને ઓળખવાનો અને તેની ઉજવણી કરવાનો છે. આ પહેલને ચરિતાર્થ કરવા માટે સહકારી મંડળીઓ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ:૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જુલાઇ માસના પ્રથમ અઠવાડીયામાં (તા.૧ જુલાઇ ૨૦૨૫થી ૬ જુલાઇ ૨૦૨૫) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તા.૨ જુલાઇ ૨૦૨૫ના રોજ બોટાદની સહકારી બેંકોની…
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે જિલ્લાનાં પરંપરાગત માધ્યમોના કલાકારઓ સાથે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા માહિતી કચેરી, બોટાદ ખાતે સહાયક માહિતી નિયામક સપનાબેન આર. ભટ્ટીનાં અધ્યક્ષસ્થાને પરંપરાગત માધ્યમો જિલ્લાનાં કલાકારો સાથે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં વિવિધ વિભાગનાં અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને વિવિધ વિષયો યોજનાઓ વિશે કલાકારઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ વર્કશોપમાં જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા કલાકારો સાથે પરંપરાગત માધ્યમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કલાકારઓને કાર્યક્રમ કઇ રીતનો કરવો, કાર્યક્રમમાં કઇ બાબતનું ધ્યાન રાખવું, કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તે અંગેની જાણકારી સહાયક માહિતી…
Read Moreબોટાદ જિલ્લામાં ૧૯૮ પ્રાથમિક શાળાઓમા અને ૭૩ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા
“જ્ઞાનના ઊજાસે પ્રકાશિત થયેલો ત્રિદિવસીય મહોત્સવ” હિન્દ ન્યુઝ, બોટાદ તા. ૨૬થી ૨૮ જૂન કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત બોટાદ જિલ્લામાં ૧૯૮ પ્રાથમિક શાળાઓમા અને ૭૩ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓના વાલીઓ અને એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો, ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યઓ દ્વારા કાર્યક્રમો શોભાયમાન કરાયા હતા. જે અન્વયે ૨૫૪૮ જેટલા SMC/SMDCના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આંગણવાડી / બાલમંદિરમાં નામાંકન થયેલા બાળકોની…
Read Moreરાણપુર તાલુકાના દેવળીયા ગામ ખાતે વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવતા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિને રાણપુર તાલુકાના દેવળીયા ગામ ખાતે ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીએ વિદ્યાર્થીઓને ગણવેશ અને પાઠયપુસ્તક સાથેની શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો. તેમજ પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન મહાત્મા ગાંધી મનરેગા યોજના અને અન્ય વિવિધ વિભાગના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ નવ નિર્માણ પામેલા ૦૩ મનરેગા મોડલ આંગણવાડી નંદઘર, અને ૦૧, મનરેગા ગ્રામ તલાટી આવાસ સુવિધા સાથે પંચાયત ઘરના ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા કામો લોકાપર્ણ કરવામાં આવ્યા હતા. …
Read Moreકન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ત્રીજો દિવસ
હિન્દ ન્યુઝ, બોટાદ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે સ્વામિનારાયણ હાઇસ્કુલ-લાઠીદડ, શ્રી કન્યા વિદ્યાલય-લાઠીદડ ખાતે લાઠીદડ ક્લસ્ટરના ઢીંકવાડી ગામ ખાતે બોટાદ શહેરના મામલતદાર એમ.એમ. પરમારના અધ્યક્ષ પદે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના, તેમજ સમાજ ઉપયોગી વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે…
Read Moreશાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે હરીપર ગામ ખાતે નાણાં વિભાગ -ગાંધીનગરના નાયબ સચિવ દિનેશકુમાર બી. નિમાવતના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો
શાળા પ્રવેશોત્સવ – સમાજોત્સવ બોટાદ હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે હરીપર ગામ ખાતે નાણાં વિભાગ -ગાંધીનગરના નાયબ સચિવશ્રી દિનેશકુમાર બી. નિમાવતના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ ૧ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા. કાર્યક્રમ…
Read More