હિન્દ ન્યુઝ, ભાવનગર જગન્નાથ રથયાત્રા કમિટી દ્વારા આયોજિત રથયાત્રામાં ભાવનગર સાયકલ કલબ દ્વારા સાયકલિંગ અંગેની જાગૃતિ માટે સૌ પ્રથમ વાર વિશિષ્ટ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં રથયાત્રાના રૂટમાં હજારોની સંખ્યામાં લોકોએ આ ટેબલોની મુલાકાત લીધી છે.આ વખતની રથયાત્રામાં સાયકલ ક્લબનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ ટેબ્લોના માધ્યમથી ભાવનગરની જનતાને સાયકલિંગના લાભો અને તંદુરસ્ત જીવનશૈલી તરફ જાગૃત કરવા માટે તથા નિયમિત ઓછામાં ઓછું 10 km સાયકલિંગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમા સાયકલ ચલાવવાના શારીરિક, માનસિક અને પર્યાવરણીય લાભો વિશે જાણકારી આપવામાં આવશે, જેમાં સાયકલ ચલાવો…
Read MoreDay: June 28, 2025
ભાવનગર જિલ્લામાં NFSA રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ જૂન સુધીમાં e-KYC ફરજિયાત કરાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં ‘રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩” હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારની સૂચનાનુસાર રેશનકાર્ડમાં અનાજનો જથ્થો મેળવતા ૦ થી ૫ વર્ષની વય ધરાવતા બાળકો સિવાયના તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજિયાત છે.આ બાબતે રેશનકાર્ડધારકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર SMS પણ મોકલવામાં આવી રહ્યાં છે. આથી ભાવનગર જિલ્લાના તમામ NFSA રેશનકાર્ડના તમામ સભ્યો જેમનું e – KYC બાકી હોય તેમણે પોતાનું e – KYC તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં કરાવી…
Read Moreઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. સરકાર દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે થયું હતું, જેમાં અધિકારીઓ અને અગ્રણીઓ સાથે આંગણવાડી, પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા પરિવાર જોડાયો હતો. સિહોર તાલુકા સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં ફરજ પરનાં અધિકારી હેમાબેન દવેએ બાળકો માટે વાલીઓએ સજાગ બની આંગણવાડી અને શાળા સાથે સંપર્ક વધારવા ભાર મૂક્યો હતો. સંકલન અધિકારી…
Read Moreશિહોર ખાતે સી.સી.રોડનું કામ ચાલુ હોવાથી ઢસા તરફથી ભાવનગર તરફ આવતા તમામ પ્રકારના વાહનોને ડાયવર્ઝન અપાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર શિહોર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-સિહોર-ઢસા રોડ પર સી. સી. રોડનું કામ ચાલુ હોવાથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂઈએ શિહોર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ વરતેજ-શિહોર-ઢસા રોડ પર સી. સી. રોડ (લંબાઈ ૫૦૦ મીટર) ના કામે તા.૨૭/૦૬/૨૦૨૫ થી તા. ૨૬/૦૭/૨૦૨૫ સુધી ઢસા તરફથી ભાવનગર તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે શિહોર શહેર ખાતે રસ્તો બંધ કરવા તેમજ નીચે મુજબના ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા ફરમાવ્યું છે. જેમાં ઢસા તરફથી ભાવનગર જતાં તમામ વાહનો માટે શિહોર સિટીમાં…
Read Moreબાળકોને કુમ કુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવતા જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ
શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને બાલવાટીકાના બાળકોનો જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગરથી જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા કલેકટર તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને કુમકુમ તિલક કરીને તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ., સી.ઇ.ટી., જ્ઞાનસાધના પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં…
Read Moreભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત
હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં ભાવનગર પોલીસ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ ને જુદા જુદા પાંચ સેક્ટરમાં વિભાજિત કરી ત્રિ-સ્તરીય બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં પાંચ હજારથી પણ વધુ પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત છે. આ સમગ્ર રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલની નિગરાની હેઠળ ૧૪ એ.એસ.પી, ડી.વાઇ.એસ.પી., ૪૪ પી.આઇ., ૧૧૨ પી.એસ.આઇ., ૧૯૧૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧૫૧૫ હોમગાર્ડ, બી.ડી.એસ. ૩ ટીમ, ૩૦ માઉન્ટેડ પોલીસ,…
Read Moreભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા
તુ જ છે પ્રચંડ શક્તિ, તુ જ છે દુર્ગા ને ચંડી હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા અખાડાના કરતબો અને ખેલ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં બહેનો દ્વારા તલવારબાજી, પટ્ટાબાજી, ટાઈગર જંપ, ચક્ર ફેરવવું, લાકડી ફેરવવી સહિતની કલાઓ દ્વારા નારી શક્તિને રજૂ કરી રહી છે. સમગ્ર રૂટ પર બહેનો દ્વારા ખાસ અખાડાના દાવો – કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે.
Read Moreભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી રહ્યા છે નગરચર્યા
ગોકુલ મે આનંદ ભયો, જય કનૈયા લાલ કી હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીનાં રથનાં દોરડાને હાથ વડે ખેંચી નિજ મંદિરથી લઇ ૧૭ કિ.મી.ના સમગ્ર રૂટ પર નગરચર્યા કરાવવાની જવાબદારી શ્રી ઘોઘા- ભાવનગર રાજપુત ભોઇરાજ જ્ઞાતિએ લીધેલી છે. ભોઈ સમાજ શરૂઆતથી જ રથયાત્રા સાથે જોડાયેલો છે. આ વર્ષે ભોઈ સમાજનાં નાનાથી લઈને મોટા સુધીના ૩૦૦ લોકો ભગવાનનાં રથને ખેંચવાની સેવામાં જોડાયા છે. વ્યવસ્થા જાળવવા માટે ભોઈ સમાજનાં કુલ ૩૦૦ લોકોનાં સભ્યો રથ ચલાવવાની…
Read Moreપોલીસ વિભાગ દ્વારા સમગ્ર રથયાત્રાનાં રૂટ પરના જુદા જુદા દસ સર્કલો પર હેલ્પડેસ્ક ઊભા કરાયા
દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે હિન્દ ન્યુઝ, ભાવનગર ભગવાન જગન્નાથજીની 40 મી રથયાત્રાનાં ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તેને ધ્યાને લઈ ભાવનગર પોલીસ વિભાગ દ્વારા રથયાત્રામાં શ્રદ્ધાળુઓ માટે ખાસ ૧૦ જેટલાં સર્કલો ઉપર હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર શહેરના મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર, શિવાજી સર્કલ, સંસ્કાર મંડળ, નીલમબાગ સર્કલ, જશોનાથ સર્કલ, ઘોઘા ગેટ અને હલુરીયા ચોકમાં ભાવનગર પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે હેલ્પ ડેસ્ક ઉભા કરાયા છે. જેમાં પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે.
Read Moreદેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રા
હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રાનું આજે વહેલી સવારે ૮:oo કલાકે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસત્રોક્ત વિધિ બાદ કેન્દ્રિય રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયર ભરતભાઇ બારડ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં રથનું પ્રસ્થાન કરાવાયું હતુ. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાત રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનું આયોજન ભાવનગર જિલ્લામાં થઇ રહ્યું છે ત્યારે જગન્નાથજી ભગવાન, બલરામજી અને…
Read More