વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ હિન્દ ન્યુઝ, બોટાદ શ્રી બ્રાંચ શાળા નં-૬ના મદદનીશ શિક્ષક વિનોદભાઈ આર. શિયાળનું રાષ્ટ્રીય કક્ષાનો “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” આપી સન્માન કરાયું પર્યાવરણ બચાવો અભિયાન, ચકલી બચાવો અભિયાન, બાળકનાં જન્મદિને એક વૃક્ષ માતાને નામ, પ્લાસ્ટિક મુકત ભારત વગેરે જેવી અનેક કામગીરી કરી બાળકોને પ્રેરણા આપતાં શિક્ષક વિનોદભાઈ ગુજરાત સહિત દેશભરનાં અન્ય ૧૪ રાજ્યનાં કુલ ૧૨૦ જેટલાં શિક્ષકો તેમજ પર્યાવરણ પ્રેમીઓને રાષ્ટ્રીય કક્ષાએ “એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫” એનાયત
Read MoreDay: June 3, 2025
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ તા. 5 જૂનના રોજ ગાંધીનગર ખાતેના નવનિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરાયો તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરાઈ
Read Moreઅમાન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરી ફાર્મસીમાં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહીં
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી કોર્સમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ. ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
Read Moreજામનગર સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ જામનગરનાં એ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, જામનગર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગર દ્વારા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ નોર્મલ રેન્જ, જામનગર સાથે સંકલન કરી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બાળકોના મનોરંજન હેતુ ખાસ કરીને પતંગિયાઓ આકર્ષાય તેવા પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય ધવલભાઈ નાખવા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણ તેમજ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર…
Read Moreજામનગરની ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલ દ્વારા ‘મેદસ્વિતા મુક્ત અભિયાન’ હેઠળ દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ઓબેસિટી મુક્તિ’ અભિયાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ ઝુંબેશના ભાગરૂપે, જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ પણ આ પહેલમાં સક્રિય રીતે જોડાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના અને તબીબી અધિક્ષકશ્રી ડો.તિવારીના માર્ગદર્શન હેઠળ, હોસ્પિટલના એન.સી.ડી. ક્લિનિક ખાતે દર્દીઓના વજન, ઊંચાઈ અને બોડી માસ ઇન્ડેક્સ (BMI)ની તપાસ કરીને તેમને મેદસ્વિતા સંબંધિત જોખમો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૮ દર્દીઓના વજન, ઊંચાઈ અને BMIની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કુલ દર્દીઓ પૈકી ૭૬ દર્દીઓનો BMI…
Read Moreજિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ ની પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ ની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે તમામ પ્રાંત અધિકારીઓ અને તમામ મામલતદારઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ મહત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરી પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા સાથે કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. બેઠક દરમિયાન પોલીંગ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવા, મતકુટીર/મતપેટીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, ડિસ્પેચિંગ, રીસીવિંગ, સ્ટ્રોંગરૂમ, કાઉન્ટિંગ સ્થળ નક્કી કરવા, ઝોનલ અધિકારીઓ તથા પોલીંગ સ્ટાફની નિમણૂક અને તાલીમ, તેમજ કાઉન્ટિંગ…
Read Moreખુશીની ખુશીનો આધાર બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, જામનગર જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ૨ મહિનાની બાળકી ખુશીના ત્રાંસા પગનું વિનામૂલ્યે કરાયું સફળ ઓપરેશન જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ખેતીકામ કરતા પ્રવીણભાઈ જાદવના ઘરે ૨૪ જૂન, ૨૦૨૪ના રોજ દીકરી ખુશીનો જન્મ થયો હતો. જન્મ સમયે તેનું વજન ૨.૮ કિલોગ્રામ હતું. બાળકીને જન્મથી જ જમણા પગમાં ક્લબ ફૂટ એટલે કે જન્મજાત પગની ખોડખાંપણ હતી. ધ્રોલની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમની ટીમ દ્વારા બાળકની પ્રાથમિક મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ RBSK…
Read Moreશ્રી સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલતા નેવલ યુનિટ એન.સી.સી. કેમ્પની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે શ્રી સત્ય સાઈ વિદ્યાલય ખાતે ચાલી રહેલા નેવલ યુનિટના એન.સી.સી.કેમ્પની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા અને તેમને ‘રાષ્ટ્ર સેવા પરમો ધર્મ’ નો મહત્વપૂર્ણ મંત્ર આપી શિસ્ત, સેવા અને મહેનતની જીવનમાં કેટલી અગત્યતા છે તે વિશે વિસ્તાર પૂર્વક સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ગુણો માત્ર રાષ્ટ્રસેવા માટે જ નહીં, પરંતુ વ્યક્તિગત વિકાસ અને સફળતા માટે પણ અત્યંત જરૂરી છે. કલેક્ટરના પ્રેરણાદાયી શબ્દોથી યુવા કેડેટ્સમાં દેશભક્તિ અને સમર્પણની ભાવના વધુ પ્રબળ બની હતી. અહીં કેડેટસે…
Read Moreબનાસકાંઠાના 2000થી વધુ વિદ્યાર્થીઓને UPSC ટોપર્સ પાસેથી સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રેરણાદાયક માર્ગદર્શન મળ્યું
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા પાલનપુર ખાતે આયોજિત સેમિનારમાં સુ હર્ષિતા ગોયલ, સુ માર્ગી શાહ, સ્મિત પંચાલ, બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કૉર ફેકલ્ટી બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું સ્પીપાના માધ્યમથી ગુજરાત સરકારે સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નવું બળ પૂરું પાડ્યું છે : કલેક્ટર મિહિર પટેલ
Read Moreવલસાડ જિલ્લામાં ઈમરજન્સીની ઘડીમાં ૧૦૮ વ્હારે
હિન્દ ન્યુઝ, વલસાડ પારડીના ઓરવાડની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતી વેળા બાળકના ગળામાં ગર્ભનાળ વીટળાઈ જતા ૧૦૮ની ટીમે જીવ બચાવ્યો ઘરેથી હોસ્પિટલ સુધી લઈ જતા રસ્તામાં જ અસહ્ય પીડા થતા રોડની સાઈડ પર ૧૦૮ ઉભી રાખી પ્રસુતિ કરાવી હતી વલસાડ જિલ્લામાં નવજાત બાળક અને માતા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ ફરી એક વાત સંજીવની બુટ્ટી સાબિત થઈ કપરાડાની સગર્ભા મહિલાને સિવિલમાં લાવતી વેળા રસ્તામાં જ ૧૦૮ની ટીમે પ્રસુતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો ઈમરજન્સીની ઘડીમાં ૧૦૮ વ્હારે આવતા પરિવારજનોએ રાજ્ય સરકારની ૧૦૮ સેવાનો આભાર માન્યો
Read More