તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ      સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીઓ/ પદાધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે બ્રિફિંગ મીટીંગ યોજાઈ…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૨૪મી જુન-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, કચ્‍છ      કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણ એ તા.૨૪/૦૬/૨૦૨૫ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ    કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ,…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ,…

Read More

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ    જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું…

Read More

ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મંજૂરી સિવાય કોઈપણ વ્યક્તિ હથિયાર ધારણ કરી શકશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ      રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ તા.૨૮/૦૫/૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન તથા તા. ૨૫/૦૬/૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે. આ ચૂંટણીઓ દરમિયાન કચ્છ જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ મતદારો પોતાના મતનો ઉપયોગ મુક્ત અને નિર્ભય રીતે કરી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઈ વિક્ષેપો ઉભા ન થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ પગલા લેવા જરૂરી જણાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ…

Read More

આઈ.ટી.આઈ રાપર ખાતે વર્ષ ૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

હિન્દ ન્યુઝ, ભુજ      રોજગારી અને સ્વરોજગોરીની તક પુરી પાડતી આઈ.ટી.આઈ રાપર ખાતે વર્ષ ૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦.૦૬.૨૫ રહેશે. એડમીશન મેળવવા માટે અને ફોર્મ ભરવા માટેનો સમય આઈ.ટી.આઈ. રાપર ખાતે સવારે ૯.૩૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધીનો રહેશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્યની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.  

Read More

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી શ્રમજીવી પરિવારના નવજાત બાળકની ગંભીર બીમારીને નિ:શુલ્ક શસ્ત્રક્રિયાથી દૂર કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ     કેન્દ્ર અને રાજ્ય સરકાર બાળકોના વાલી તરીકેની ભૂમિકા ભજવીને રાજ્યના અનેક બાળકોને નવજીવન આપી રહી છે. બાળકોના શિક્ષણ, પોષણની ચિંતા કરતી ગુજરાત સરકાર બાળકોના સ્વાસ્થ્યને આંચ ન આવે તે માટે એકપણ રૂપિયાના ખર્ચ વગર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગંત સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર આપી રહી છે. ત્યારે ગાંધીધામના ગરીબ પરિવારના આવા જ કુમળા ફૂલ જેવા નવજાતને આ યોજના હેઠળ નવજીવન પ્રાપ્ત થયું છે.  ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા મનોજ પ્રજાપતિના ઘરે જન્મેલ એક દિવસના બાળકને મળમાર્ગની તકલીફ જણાતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેને સારવાર આપવા નિર્ણય લેવાયો…

Read More

શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર, આવો બાળ મજૂરી અટકાવીએ

આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ હિન્દ ન્યુઝ, ભુજ     રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મતે ‘‘શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે’’ પરંતુ જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી ઉપર જોવા મળે ત્યારે તેનું ભવિષ્ય જોખમાય છે.‌ સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩૫ રેડ…

Read More

🫁 ક્ષયમુક્ત ભારત તરફ દ્રઢ કદમ : રાજકોટનું પ્રેરણાદાયી યોગદાન

હિન્દ ન્યુઝ, રાજકોટ સ્વસ્થ ભારત, તંદુરસ્ત ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલા ક્ષય નિર્મૂલન અભિયાન અંતર્ગત, ગુજરાતે આરોગ્યક્ષેત્રે અદ્વિતીય કામગીરી દ્વારા દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. 📉 2015ની તુલનાએ 2023માં… 🔹 નવા T.B. દર્દીઓમાં 34% ઘટાડો 🔹 મૃત્યુદરમાં 37%નો ઘટાડો 💐 આ કામગીરી બદલ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને “States with Most Improvement”માં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે — જે રાજય માટે ગૌરવની બાબત છે! 📌 રાજકોટ જિલ્લાની સિદ્ધિ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 145 દિવસમાં 1.52 લાખથી વધુ હાઇ રિસ્ક વ્યક્તિઓનું સ્ક્રીનિંગ, 👉 51,842 X-Ray 👉 20,244…

Read More