હિન્દ ન્યુઝ, અમદાવાદ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે કે દરેક ટેકનોલોજી અને ઇનોવેશનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે : અગ્ર સચિવ મોના ખંધાર ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગુજકોસ્ટ અને ટીડીબીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સંગોષ્ઠિ સ્વદેશી ટેકનોલોજીના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વિવિધ સત્રોનું આયોજન થયું આ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ટીડીબીના સચિવ રાજેશકુમાર પાઠકની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્ર સરકારના ટેકનોલોજી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી ‘ ટીડીબી આત્મનિર્ભર યાત્રાનો પ્રારંભ ગુજરાતથી થયો
Read MoreDay: June 7, 2025
સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧,૩૩૨ વાજબી ભાવની દુકાનોનું નેટવર્ક
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લામાં ૨૫.૮૧ લાખ નાગરિકોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧,૩૩૨ વાજબી ભાવની દુકાનોનું નેટવર્ક • શહેરી વિસ્તારમાં ૧૫ ઝોનમાં કુલ ૮૬૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ તાલુકાઓમાં ૪૬૪ વાજબી ભાવની દુકાનો આવેલી છે. • અમદાવાદ શહેરના ૩,૭૫,૮૫૨ કાર્ડધારકોના ૧૮,૦૫,૮૫૩ કુટુંબીજનો અને અમદાવાદ ગ્રામ્યના ૧,૮૯,૦૯૫ કાર્ડધારકોના ૭,૭૫,૮૦૩ કુટુંબીજનોને મળી રહ્યો છે સીધો લાભ • સમગ્ર અમદાવાદ જિલ્લામાં (શહેરી અને ગ્રામ્ય) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૧,૯૭,૮૯૧ પરિવારોને લાભ
Read Moreવર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ’ એલ્યુમ્ની (ASSA) દ્વારા અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.
Read Moreઅર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં વિવિધ રીતે યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કન્સ્ટ્રક્શન કે અન્ય ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગના લોકો એક સાથે જોડાય તો ભારત @2047ના નિર્માણને વેગ મળશે:- મંત્રી ઋષિકેશ પટેલ
Read Moreબાળરોગ સર્જરી સપ્તાહ દરમ્યાન નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો
હિન્દ ન્યુઝ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળી માં ફસાઇ ગયો અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોને સફળ સર્જરી કરીને દૂર કર્યો દર વર્ષે ૨ થી ૮ જુન ના અઠવાડીયા ને બાળરોગ સર્જરી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” વારંવાર બનતા આવા કિસ્સાઓ ઉપર થી માતાપિતા અને પરીવારજનોએ સબક લઇ વધુ સાવચેત રહેવાની જરુર :- ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક અને બાળરોગ વિભાગ ના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ
Read Moreરાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીજીના સેવા અને વિશ્વ કલ્યાણના ભાવથી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં આજે રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ, યુવા પ્રવૃત્તિ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર), ઉચ્ચ શિક્ષણ વિભાગ (ગુજરાત સરકાર) અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શિબિરમાં ભારતના ૧૦ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના યુવક-યુવતિઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાપીઠની મહત્વાકાંક્ષી ‘કુશલ યોજના’નો પણ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના 40 લાખ એન.એસ.એસ. સ્વયંસેવકોને પ્રેરણા આપતાં…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે.
હિન્દ ન્યુઝ, સાબરમતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. તેઓ ‘જનતાના રાજ્યપાલ’ છે. ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી પદ્ધતિની રીતસર તાલીમ આપે છે, તો જ્યાં વિદ્યાર્થીઓ કે બાળકો મળે ત્યાં તેમને શાળાના ‘આચાર્ય’ની માફક શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જ્યારે કોઈ કાર્યક્રમ માટે અમદાવાદ જતા હોય ત્યારે તેમનો કૉન્વૉય – મોટર કાફલો સાબરમતી આશ્રમથી જુના વાડજ સ્મશાન માર્ગેથી રિવરફ્રન્ટ પર વળાંક લે ત્યાં…
Read Moreરાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં દાહોદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્યની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધ્યક્ષએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કરવામાં આવતી આદિવાસીઓના વિકાસ માટે કરવામાં આવતી સમીક્ષા સહિતની કામગીરી વિશે પત્રકારોને વિગતે માહિતી આપી હતી. જેમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ટીમ દ્વારા આદિવાસી વિસ્તારોની આકસ્મીક મુલાકાત લઇને સરકારી યોજનાઓના અમલ અંગેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ દરમિયાન આદિવાસીઓના પ્રશ્નો અને સમસ્યાઓની સમિક્ષા કરીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરવામાં…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઇન્ફોસિસ કંપનીના ગુજરાત ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદઘાટન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ફોસીસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં પ્રારંભ કરાવ્યો હતો. ₹32 કરોડના રોકાણ સાથે કાર્યરત થયેલ તથા 1000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પૂરા પાડનાર આ ડેવલપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમજ ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને AI ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા…
Read Moreરાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજાઇ બેઠક
હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્ય દાહોદ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુવા સંવાદ, વૃક્ષારોપણ તેમજ સિકલસેલ એનીમિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજરોજ તેમની અધ્યક્ષતામાં દાહોદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા આદિવાસી યોજના હેઠળ કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ટ્રાઇબલ વિભાગ તરફથી આદિવાસી વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ જેવી કે, આદર્શ નિવાસી શાળા , સરકારી છાત્રાલય , આશ્રમશાળાઓમાં મળતી સુવિધાઓ , વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ ,ગણવેશ આપવા અંગેની વિગતો , વિદ્યા સાધના યોજના ,…
Read More