રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્યની અધ્યક્ષતામાં દાહોદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્યની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધ્યક્ષએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કરવામાં આવતી આદિવાસીઓના વિકાસ માટે કરવામાં આવતી સમીક્ષા સહિતની કામગીરી વિશે પત્રકારોને વિગતે માહિતી આપી હતી. જેમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ટીમ દ્વારા આદિવાસી વિસ્તારોની આકસ્મીક મુલાકાત લઇને સરકારી યોજનાઓના અમલ અંગેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ દરમિયાન આદિવાસીઓના પ્રશ્નો અને સમસ્યાઓની સમિક્ષા કરીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.  

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી યુવાનોને સામાજિક, આર્થીક, તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટેના પગલા ભરવામાં આવશે. આવનાર સમયમાં આદિવાસી યુવાનો સાથે પ્રધાનમંત્રી નરેદ્નભાઇ મોદી સાથે સીધો યુવા સંવાદ કરવામાં આવશે. આ સાથે અન્ય મહત્વના વિષયો જેવા કે, સ્થાનિક યુવાઓને રોજગારી આપવી, જિલ્લામાંથી કરવામાં આવતું સ્થળાતર તેમજ પ્રધાન મંત્રી સડક યોજના વિશે ચર્ચા કરી હતી. જેમાં આદિવાસી યુવાનો સીધી પ્રધાનમંત્રીશ્રી નરેદ્નભાઇ મોદી સાથે સંવાદ કરી શકશે. આદિવાસીઓના હિત માટે આયોગ દ્વારા રીપોર્ટ તૈયાર કરી સરકારને અનુરોધ કરવામાં આવશે. 

આ દાહોદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો તેમજ આયોગ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment