મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઇન્ફોસિસ કંપનીના ગુજરાત ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદઘાટન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ફોસીસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં પ્રારંભ કરાવ્યો હતો. ₹32 કરોડના રોકાણ સાથે કાર્યરત થયેલ તથા 1000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પૂરા પાડનાર આ ડેવલપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમજ ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે.

મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને AI ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ ગઈ છે. તેમણે ભારતને સોફ્ટપાવર લીડર અને નોલેજ બેઇઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા સજ્જ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment