વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંખેડા, પીપલસટ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપલસટ ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ પીપલસટ આવી પહોંચતા સ્થાનિકોએ હર્ષ ઉલ્લાસથી સ્વાગત કર્યું હતું. 

સંખેડાના સ્થાનિકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે ઉદેશથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ પીપલસટ આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાના લાભાર્થીઓને સંખેડાના ધારાસભ્ય અભેસિંહની હસ્તે ટ્રેકટર ઘટકના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. તેઓએ રોટાવેટર ઘટકના લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર પણ વિતરણ કર્યા હતા. આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેમાં સામાન્ય આરોગ્ય તપાસ સાથે જ સિકલ સેલ એનિમિયા તેમજ ટી.બી.નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાની સફળ ગાથા ગ્રામ્યજનો સમક્ષ રજૂ કરી હતી. લાભાર્થીઓએ અન્ય લોકોને પણ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.  

સંકલ્પ યાત્રામાં તાલુકાના લાઇઝન અધિકારીઓ, ગામના સંરપચઓ, આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment