ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની અધ્યક્ષતામાં ઉના તાલુકાના તડ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષતઃ કુમકુમથી વધાવ્યો હતો.

ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યુ હતું. આ તકે, ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળે છે. આમ કહી તેમણે ગ્રામજનોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરી હતી.

આ તકે, આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં ૧૩૦થી વધુ વ્યક્તિઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ટીબીના ૨૧ દર્દીઓની તપાસ કરી અને યોગ્ય સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તડ ગામે નવા ૧૨ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ૨૬ લાભાર્થીઓને લાભ મળ્યો હતો.

આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ૨ લાભાર્થીઓએ સરકારની યોજનાઓના મળેલા લાભના અનુભવો વર્ણવ્યા હતાં. આ તકે, ૧ મહિલા, ૧ રમતવીર તેમજ ૧ સ્થાનિક કલા કારીગરને સન્માનિત કરાયા હતાં.

કાર્યક્રમના અંતે મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. આ પ્રસંગે સરપંચ, આગેવાનો, પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment