છોટાઉદેપુરના બોડેલી તાલુકાના વાલોઠી ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

       વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેના નિરધારીત કરેલા રૂટ મુજબ બોડેલી તાલુકાના વાલોઠી ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આ રથ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. 

 આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. આ તકે આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ. ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પુરી પાડવામા આવી હતી. ગામમાં નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ ગ્રામજનોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાની સફળ ગાથા ગ્રામ્યજનો સમક્ષ રજૂ કરી હતી. લાભાર્થીઓએ અન્ય લોકોને પણ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.  

 સંકલ્પ યાત્રામાં તાલુકાના લાઇઝન અધિકારીઓ, ગામના સંરપચઓ, આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment