મેરી કહાની મેરી જુબાની

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

      છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં વાલોઠી ગામ ખાતે “વિકસીત ભારત સંકલ્પ યાત્રા” પહોચતા સરકાર ની યોજનાઓથી લાભ થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પોતાની સફળતાની વાત ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓનો અન્ય ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિકસીત ભારત સંકલ્પયાત્રા દરમિયાન વાલોઠી ગામનાં જીવનભાઈએ કૃષિવિભાગની સોઇલકાર્ડ યોજનાનાં લાભની વાત કરતાં જણાવ્યુ હતું કે, કૃષિ વિભાગ દ્વારા તેમની ખેતરની જમીનની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવામાં આવી હતી. 

 જમીનની ચકાસણી કરવાથી તેમાં કયા તત્વો છે અને કયા તત્વોની જરૂર વધુ છે તે વિશે માહિતી આપવામાં આવી હતી. જમીન પરિક્ષણ કરવાથી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે તથા ઉપજ અને આવકમાં વધારો થાય તેની માહિતી આપવામાં આવે છે. 

Related posts

Leave a Comment