સ્વચ્છતા હી સેવા : શુભ યાત્રા સ્વચ્છ યાત્રા 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

  છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસ.ટી બસ ડેપો ખાતે કચરો સાફ કરી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”નો શુભારંભ સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવીએ કરાવ્યો હતો.

સ્વચ્છતા હી સેવા અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”નો શુભારંભ કરાવતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યુ હતું કે આપણે ઘરને જેમ સ્વચ્છ રાખીએ તેમ બસ અને બસ ડેપોને પણ સ્વચ્છ રાખીએ.બોડેલી બસ ડેપોની બસમાં કચરા પેટી રાખી મુસાફરોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ અને સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય આપી શકે તે માટે ખાસ પેસેન્જર ફિડ બેક સિસ્ટમ QR કોડ શરૂ કરાયું છે. જેના ઉપયોગથી નિગમ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર ઇન્સ્પેકશન અને ઇવેલ્યુશન કરાશે. 

 આ પ્રસંગે છોટાઉદેપુર સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, બોડેલી ડેપો મેનેજર, રાજ્ય એસ.ટી નિગમના અધિકારી તથા કર્મચારીઓ, નાગરિકો તથા મુસાફરો હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment