ખેતીમાં અપનાવીએ માઇકોરાઇઝા અને ઉત્પાદન વધારીએ

હિન્દ ન્યુઝ, બોટાદ ખેડૂતમિત્રોને આ નામ સાંભળતાં જ પ્રશ્ન થતો હશે કે માઇકોરાઇઝા એટલે શું ? આ એક ગ્રીક શબ્દ છે. “myco” એટલે ફૂગ અને “rhiza” એટલે મુળ આમ માઈકોરાઈઝા એટલે વનસ્પતિનાં મુળની ઉપયોગી ફુગ એવુ કહી શકાય. માઈકોરાઈઝા એ છોડનાં મૂળ અને અમુક ચોક્કસ પ્રકારની ફૂગ વચ્ચેનો પરસ્પર લાભદાયી સંબંધ છે. આ સંબંધમાં ફૂગ છોડનાં મૂળમાં અથવા તેની આસપાસ રહે છે એટલે કે છોડ માઈકોરાઈઝા ને રહેવા માટે જગ્યા આપે છે અને સાથે સાથે શર્કરા અને અન્ય કાર્બનિક સંયોજનો પૂરા પાડે છે જેની સામે માઈકોરાઇઝા છોડને પોષક તત્વો ખાસ…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જાહેર આરોગ્ય અંગેની મહત્વપૂર્ણ સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જાહેર આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં સંચારી રોગ અટકાયત સમિતિ, જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિ, તમાકુ નિયંત્રણ સમિતિ, ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), ક્વોલીટી એસ્યોરન્સ સમિતિ, ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ, ફાયર સેફટી સમિતિ, જન્મ-મરણ નોંધણીની સમીક્ષા કમિટી તેમજ ટીબી ફોરમના સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં કલેક્ટર ઠક્કરે જિલ્લામાં જાહેર આરોગ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેના સુધાર માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. સંચારી રોગ અટકાયત સમિતિની બેઠકમાં…

Read More

પ્લાસ્ટિક બેગ્સના અન્ય ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવી પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ

૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ    ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કાર્યવાહી કરવા પ્રેરવાનો એક મહત્વપૂર્ણ દિવસ છે. આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ ની થીમ ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ (Beat the Plastic Pollution)’ છે. આ થીમ અંતર્ગત, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે લોકોને માહિતગાર કરવા અને હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, જે આ પ્રયાસોને વધુ વેગ આપશે. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહકોમાંની એક છે પ્લાસ્ટિક…

Read More

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની મુલાકાત લઇ રેકર્ડ ચકાસણી કરી

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની મુલાકાત લઇ પંચાયતના રેકર્ડની ચકાસણી કરી હતી. જેમાં તેઓએ રેકર્ડની જાળવણી, રેવન્યુ રેકર્ડની ચકાસણી, વિવિધ ફાઈલોની જાળવણી, વેરા વસુલાતની કામગીરી, જન્મમરણ રજીસ્ટર, ભાડા પેટે આપેલ જમીનનું રજીસ્ટર વગેરે રજીસ્ટરની ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.  કલેકટરએ ગામમાં જે ખેતરોમાં જમીન માપણીની કામગીરી ચાલી રહી છે ત્યાં સ્થળ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરી જમીન રી-સર્વેની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તથા ખેડૂતો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી અધિકારીશ્રીઓને લોકોની રજૂઆતોનું હકારાત્મક નિરાકણ લાવવા જણાવ્યું હતું.  આ મુલાકાતમાં…

Read More

આણંદ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની કીટ્સ અપાશે

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રિડ બિયારણ કિટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજુરી મળેલ છે. વર્ષ ૨૦૨૫- ૨૬માં હાઈબ્રિડ શાકભાજીના ૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે વિનામૂલ્યે કિટ મળવાપાત્ર છે. હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટ વિનામુલ્યે આપવામાં આવશે.  જે અન્વયે વર્ષ ૨૦૨૫- ૨૬માં આ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છુક આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો એ, ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલા સહિત જરુરી કાગળો…

Read More

બોરસદ ખાતેના પામોલ – બોરસદ નોટિફાઇડ કાંસની સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ    Bઆણંદ સિંચાઈ વિભાગ, આણંદ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ અને આંકલાવ તાલુકાઓ ખાતેથી પસાર થતા નોટિફાઇડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.  આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ના જણાવ્યા મુજબ બોરસદ ખાતેના પામોલ – બોરસદ કાંસ નોટિફાઇડ કાંસ છે. આ કાંસ ફક્ત વરસાદી પાણીના નિકાલ માટેનો જ છે, જેમાં આજુબાજુના રહેતા રહીશો દ્વારા કાંસમાં કચરો તથા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે, જેને લીધે દૂષિત પાણી ભળતાં કાસમાં વધુ ગંદકી ફેલાય છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ બોરસદ…

Read More

પેટલાદના ધારાસભ્ય અને નિવૃત આચાર્ય કમલેશભાઈ પટેલએ પોસ્ટ વિભાગ મારફતે ઘેર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો મેળવ્યો લાભ

હિન્દ ન્યુઝ, આણંદ   રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત પેન્શનરોને હયાતી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને માટે Digital Life Certificate – DLC સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઓનલાઇન ડિજિટલ સર્ટીફીકેટ ઉપલબ્ધ થાય છે, જેની જિલ્લા તિજોરી અધિકારીને પણ જાણકારી મળી જાય છે. પેટલાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલએ જણાવ્યું કે હું નિવૃત આચાર્ય છું અને રાજ્ય સરકારનો પેન્શનર છું.  ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે ગુજરાત ની…

Read More

માત્ર ૨ મહિનામાં સારવાર કરીને ટીબીને હરાવતા કમળાબેન બારૈયા

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામના રહેવાસી કમળાબહેન બળવંતભાઈ બારૈયાને કફ,તાવ અને વજનમાં ઘટાડા જેવી તકલીફ થઈ હતી. આશાબહેન દ્વારા તેમણે સમજાવટ કરાતા ભરોડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવા તૈયાર થયા.રીપોર્ટ બાદ માલૂમ પડ્યું કે, કમળાબેન ટીબીગ્રસ્ત છે.ટીબીના કારણે તેમના ૭૫ ટકા ફેફસા અસરગ્રસ્ત થયા હતા.અશક્તિના લીધે ૪૬ વર્ષીય કમળાબહેનનું વજન પણ માત્ર ૩૨ કિલોગ્રામ જેટલું થઇ ગયું હતું ટીબીનો રીપોર્ટ પોઝીટીવ આવતા વેત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા સારવાર ચાલુ કરતાં પહેલા ઘરની મુલાકાત કરવામાં આવી હતી.તેમનું વજન,ઉંચાઈ,બેન્ક ખાતા નંબર,લોકેશન, આધાર નંબર,સંપર્ક નંબર તથા ઘરના…

Read More

ભાવનગરનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી તથા ઝીરો વોટર વેસ્ટ કેમ્પસ

વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભાવનગરમાં ઉચ્ચકોટીનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) વિકસાવામાં આવેલ છે. આરએસસી ભાવનગરનું લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું છે. આરએસસી ભાવનગર નારીગામ નજીક, અમદાવાદ હાઈવે પર ૨૦ એકર જમીનમાં લીલુછમ વાઈબ્રન્ટ કેમ્પસ ધરાવે છે. આરએસસી ભાવનગર, લોકોમાં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓમાં સાયન્ટીફીક એપ્રોચ કેળવાય તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન, સાયન્ટીફીક એક્સપેરીમેન્ટ,…

Read More

અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં વધુ એક સફળ ખેડૂત ઈશ્વરભાઈ (ચીકાભાઈ) કોળી પટેલે ધરુ ઉછેરના વ્યવસાય થકી માત્ર પોતાની આર્થિક ઉન્નતિ જ નથી સાધી, પરંતુ દૂર-સુદૂરના ખેડૂતો સુધી ગુણવત્તાયુક્ત રોપા પહોંચાડીને કૃષિ વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓ ધોળકામાં જમીન ભાડે રાખીને મરચી, ટમેટા, રીંગણ જેવા શાકભાજી તેમજ હજારી (ગલગોટા) ફૂલોના રોપા ઉછેરવાનો મોટા પાયે વ્યવસાય કરી રહ્યા છે.  સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તેઓને મળતા તમામ લાભો આપી સન્માનિત કરતી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સેવકથી લઈ આચાર્ય સુધીના 130 જેટલા તમામ સેવાનિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ…

Read More