હિન્દ ન્યુઝ, દાહોદ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લીમખેડા તાલુકાના ઉસરા ખાતે નાયબ નિયામક શ્રી નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના પ્રાંગણમાં સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે નિયામક શ્રી નેહા કંથારીયા એ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સૌની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દાહોદ જિલ્લામાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને…
Read MoreDay: June 5, 2025
માળીયા તાલુકાના વેજલપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે ખાસ ગ્રામસભા યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત ભારત મિશનને સાર્થક બનાવવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની જનવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ગ્રામસભામાં વિશ્વ પર્યાવરણ દિવસની ગ્રામજનો સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનવ જીવન પર્યાવરણ પર આધારિત છે ત્યારે આજના સમયમાં પર્યાવરણનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પાણી અને વીજળી બચાવવા જમીન પર જ્યાં…
Read Moreભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ જૂન ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં જૂન -૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૬/૨૦૨૫ (મંગળવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર ઉમરાળા, જિલ્લા વિકાસ અધિકારી શિહોર તથા પોલીસ અઘિક્ષક ભાવનગર સીટીનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-…
Read Moreચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ મુકવા અંગેનું જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભાવનગર રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે, જે અનુસાર ભાવનગર જિલ્લાની કુલ-૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ થનાર છે. ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ રાખવું આવશ્યક હોવાથી ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.મનીષ કુમાર બંસલે તેમને મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા…
Read Moreભાવનગરમાં’વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ‘વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે’ ભાવનગર જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે વિવિધ જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં સિહોર તાલુકાના SBM-G દ્વારા પ્લાસ્ટિકની બોટલનું તોરણ બનાવી નાના ફૂલો વાવવામાં આવ્યાં, વલ્લભીપુરના કાનપર ગામની જય માતાજી સખી મંડળની બહેનો અને મહુવા તાલુકાની સ્વચ્છ ભારત મિશન.ગ્રા અને મનરેગાના કર્મીઓએ અલગ અલગ પ્લાસ્ટિકની બોટલમાં વૃક્ષારોપણ કર્યું હતું. ભાવનગર તાલુકાના SBM-G યોજના કર્મીઓ દ્વારા કીડીઓ માટે કિડિયારું મળી રહે તે માટે પ્લાસ્ટીક બોટલમાં કીડીયારું…
Read Moreકોળીયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થામાં “વિશ્વ પર્યાવરણ દિવસની” ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના કોળીયાક ગામે ધાવડી માતાના મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, કેરેસીલ લીમીટેડના ચિરાગભાઇ પારેખ, તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનોએ કોળીયાક દરિયા કિનારાની સફાઈ કરી અંદાજે 3 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી…
Read Moreભાવનગર જિલ્લામાં યોજાયેલ સમર યોગ કેમ્પ નું સમાપન 7 સમર યોગ કેમ્પ માં 800 થી વધુ બાળકો જોડાયા
મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં મહાનગર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 સમર યોગ કેમ્પ માં 800 થી વધુ બાળકો મેદસ્વિતા મુક્ત ગુજરાત નિર્માણ માં જોડાયા હતા. ભાવનગરમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર હેતલબેન કાછડીયા અને હેતલબેન પટેલના માર્ગદર્શનમાં 7 અલગ અલગ સ્થળ પર હાદાનગર , બોરતળાવ, ઘોઘા સર્કલ, ભરત નગર, રૂવા ગામ, પાલીતાણા, મહુવા ખાતે 15 દિવસના સમર યોગ કેમ્પનું સમાપન થયું હતું. 800 થી વધુ બાળકોએ ઉત્સાહભેર કેમ્પમાં ભાગ લીધો હતો. યોગ, આસન, પ્રાણાયામ અને ગીતાજીના શ્લોક, ધ્યાન વિશેનો વિશેષ અભ્યાસ કરી બાળકોમાં સારા…
Read More“બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અર્થે “વિધા ડેરી” ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”નું કરાયું આયોજન
વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો હિન્દ ન્યુઝ, આણંદ વિદ્યા ડેરી પરિસરમાં પ્લાસ્ટિક કચરાને વીણી, સંગ્રહ કરીને સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી. ૪ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી પ્લાંટમાં કાર્યરત કામદાર મિત્રો અને ડેરી વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓને “ઔધ્યોગિક સ્તરે પ્લાસ્ટિક” ને નાથવાનાં ઉપાયો” વિષય અંતર્ગત તાલીમી પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તારીખ ૫ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી ખાતે, વિશ્વ પર્યાવરણ થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” નાં અનુસંધાનમાં ડેરી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૧૨ પોસ્ટર રજૂ કરવામાં આવ્યા અને જાગૃતિનાં ભાગ રૂપે તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું. જે પોસ્ટરના મૂલ્યાંકન…
Read Moreઆણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે આણંદ જિલ્લામાં પર્યાવરણની જાળવણી માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ થીમ અને એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત બોરસદ ન્યાય મંદીર તથા સોજીત્રાના વિરોલ તથા આંકલાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના અવસરે સખી મંડળનાં બહેનો, પોલીસ કર્મીઓ,નગર પાલિકાના કર્મીઓ તથા સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યાં…
Read Moreબાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સમાં પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય અપાશે
હિન્દ ન્યુઝ, આણંદ બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂતોને જણાવવાનું કે, બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય દ્વારા ‘‘બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જે અન્વયે આણંદના ઇસરામા -પેટલાદમાં આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ ફળ રોપા ઉછેર કેન્દ્ર – પેટલાદ ખાતેથી સીતાફળ, લીંબુ ,ફાલસા, સરગવા વગેરે ફળરોપા તથા શાકભાજીના ધરૂ જિલ્લાના ખેડૂતો મેળવી શકશે. બાગાયતી પાકોની કલમ, રોપા, ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સની ખરીદી માટે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૫,૦૦૦ સુધીની સહાય મળશે. જ્યારે અનુસૂચિત જાતિ…
Read More