કોળીયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થામાં “વિશ્વ પર્યાવરણ દિવસની” ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર   

      ભાવનગરના કોળીયાક ગામે ધાવડી માતાના મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો‌ અંત”ની થીમ‌ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, કેરેસીલ લીમીટેડના ચિરાગભાઇ પારેખ, તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનોએ કોળીયાક દરિયા કિનારાની સફાઈ કરી અંદાજે 3 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો‌ અંત”ની થીમ‌ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે આ માત્ર એક દિવસની ઉજવણી નથી આ પ્રતિદિન કરવાનું કરવાનું કાર્ય છે. પ્લાસ્ટિક એ સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક છે, ઇકોનોમિક રીતે પણ તેની અસરો પડતી હોય છે. ત્યારે દરેક વ્યક્તિને પ્લાસ્ટીકને બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અને જ્યાં પણ કચરો દેખાય તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા અનુરોધ કર્યા હતો.

આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગના એ.સી.એફ. બિમલ ભટ્ટ, તાલુકા અધિકારી પી.કે.રાવત અને કેરેસીલ લીમીટેડના ચેતલબેન પારેખે જણાવ્યું હતું કે, માનવજીવન બચાવવા માટે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જરૂરી બની છે. પ્લાસ્ટિકનો નહીંવત ઉપયોગ કરવા, પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી ભાવનગર જિલ્લો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે રિફ્યુઝ, રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝના સિંધ્ધાતને અનુસરવા અનુરોધ કર્યો હતો.

આ વેળાએ મામલતદાર બી.એન.બેલદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષરભાઈ વ્યાસ, એ.વી.ખસિયા, વિસ્તરણ અધિકારી કલ્પેશભાઈ ભટ્ટ,  વિપુલકુમાર પંડયા,વહીવતદાર ડી.વી.સોલંકી, તલાટી કમ મંત્રી કે.જી.વાઘેલા, તાલુકાના પદાધિકારીઓ, તાલુકા પંચાયત અને અશ્વનીલા ચેરીટેબલના કર્મીઓ, પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત કચરી અને કેરેસીલ લીમીટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું

Related posts

Leave a Comment