ઉસરા આંગણવાડી પ્રાંગણમાં નાયબ નિયામક નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ

  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લીમખેડા તાલુકાના ઉસરા ખાતે નાયબ નિયામક શ્રી નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના પ્રાંગણમાં સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું. 

 વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે નિયામક શ્રી નેહા કંથારીયા એ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સૌની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દાહોદ જિલ્લામાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનો તેમજ ગ્રામજનોનો સહયોગ મેળવી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Related posts

Leave a Comment