હિન્દ ન્યુઝ, ભાવનગર
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસે 1 હજાર કાપડ ની થેલી સામે 50 હજાર ઝબલા એકત્ર કરાયા
સ્વચ્છતા ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી અને સહયોગી સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ પખવાડીઆની વિશિષ્ટ ઉજવણી કરી દસ હજાર કાપડ ની થેલી સામે 5 લાખ ઝબલા એકત્ર કરાયા
આવો કાપડની થેલી વાપરી ધરતીને પ્લાસ્ટિક થેલીઓથી મુક્ત કરવાનો પ્રયાસ કરીએ
22 મી મેં થી 5 જૂન સુધી માં દસ હજાર થેલી નું વિતરણ અને 5 લાખ પ્લાસ્ટિક ઝબલા ભેગા કર્યા

વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન-GEMI દ્વારા #BeatPlasticPollution થીમ હેઠળ તા. 22 થી 5 જૂન દરમિયાન રાજ્યવ્યાપી જન જાગૃતિ અભિયાન યોજાયું…
આ ઝૂંબેશ હેઠળ 12 જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં 1640 નાગરીકોએ સાથે મળીને 18,350 કિ.ગ્રા. કચરો એકત્રીત કર્યો; આ અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો…
પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ GEMI દ્વારા નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ પ્રદૂષણ નાબૂદી અંગેના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું.

વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે ભાવનગરના ધન્વંતરી આરોગ્ય રથના કર્મીઓએ વૃક્ષારોપણ કર્યું



