અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

    અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં વધુ એક સફળ ખેડૂત ઈશ્વરભાઈ (ચીકાભાઈ) કોળી પટેલે ધરુ ઉછેરના વ્યવસાય થકી માત્ર પોતાની આર્થિક ઉન્નતિ જ નથી સાધી, પરંતુ દૂર-સુદૂરના ખેડૂતો સુધી ગુણવત્તાયુક્ત રોપા પહોંચાડીને કૃષિ વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓ ધોળકામાં જમીન ભાડે રાખીને મરચી, ટમેટા, રીંગણ જેવા શાકભાજી તેમજ હજારી (ગલગોટા) ફૂલોના રોપા ઉછેરવાનો મોટા પાયે વ્યવસાય કરી રહ્યા છે. 



સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તેઓને મળતા તમામ લાભો આપી સન્માનિત કરતી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

સેવકથી લઈ આચાર્ય સુધીના 130 જેટલા તમામ સેવાનિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારોહ યોજાયો 



જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ-ગ્રામ્ય દ્વારા સેવા નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

પ્રાથમિક શાળાના ૪૫ તથા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ૭૦થી વધારે વય નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શન સહિતના લાભો એનાયત કરાયા

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ-ગ્રામ્ય અને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કર્મયોગીઓને સન્માનિત કરાયા



ગાંધીનગરમાં નિર્માણ પામ્યું ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી 5મી જૂનના રોજ આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે

આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે

હેલ્પલાઇન નંબર 104 દ્વારા દર્દીલક્ષી ફીડબેક ફોન પણ કરવામાં આવશે



‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા-2025: અમદાવાદ જિલ્લો

બાવળાના બલદાણા ગામમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા હેઠળ ખેડૂત શિબિર યોજવામાં આવી

વૈજ્ઞાનિક ખેતી, બાગાયતી પાકોની ખેતી, પ્રાકૃતિક ખેતી, ઔષધીય અને સુગંધિત પાકોની વૈજ્ઞાનિક ખેતી જેવા વિષયોથી ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા

કૃષિના અધતન સંશોધનો અપનાવવા સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોને આહ્વાન કરવામાં આવ્યું

Related posts

Leave a Comment