વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં ૨૫.૮૧ લાખ નાગરિકોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧,૩૩૨ વાજબી ભાવની દુકાનોનું નેટવર્ક
• શહેરી વિસ્તારમાં ૧૫ ઝોનમાં કુલ ૮૬૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ તાલુકાઓમાં ૪૬૪ વાજબી ભાવની દુકાનો આવેલી છે.
• અમદાવાદ શહેરના ૩,૭૫,૮૫૨ કાર્ડધારકોના ૧૮,૦૫,૮૫૩ કુટુંબીજનો અને અમદાવાદ ગ્રામ્યના ૧,૮૯,૦૯૫ કાર્ડધારકોના ૭,૭૫,૮૦૩ કુટુંબીજનોને મળી રહ્યો છે સીધો લાભ
• સમગ્ર અમદાવાદ જિલ્લામાં (શહેરી અને ગ્રામ્ય) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૧,૯૭,૮૯૧ પરિવારોને લાભ
