વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ’ એલ્યુમ્ની (ASSA) દ્વારા અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

Leave a Comment