હિન્દ ન્યુઝ, જામનગર
પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ જામનગરનાં એ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, જામનગર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગર દ્વારા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ નોર્મલ રેન્જ, જામનગર સાથે સંકલન કરી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બાળકોના મનોરંજન હેતુ ખાસ કરીને પતંગિયાઓ આકર્ષાય તેવા પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય ધવલભાઈ નાખવા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણ તેમજ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગરના કર્મચારીઓ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ નોર્મલ રેન્જ જામનગરના કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા.
