જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ ની પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

    જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ ની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે તમામ પ્રાંત અધિકારીઓ અને તમામ મામલતદારઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ મહત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરી પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા સાથે કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું.

બેઠક દરમિયાન પોલીંગ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવા, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવા, મતકુટીર/મતપેટીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, ડિસ્પેચિંગ, રીસીવિંગ, સ્ટ્રોંગરૂમ, કાઉન્ટિંગ સ્થળ નક્કી કરવા, ઝોનલ અધિકારીઓ તથા પોલીંગ સ્ટાફની નિમણૂક અને તાલીમ, તેમજ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક અને તાલીમ જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment