થરાદ ડીસા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં બે રાહદારીઓને થઈ ગંભીર ઈજા

હિન્દ ન્યૂઝ, થરાદ,

અકસ્માત સર્જાવાના બનાવોનો સિલસિલો અકબંધ રહેતા અકસ્માતના બનાવો રોજબરોજ વધી રહ્યા હોઈ થરાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે, ત્યારે થરાદ ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપ ડાલાએ બે રાહદારીઓને ટક્કર મારતા રાહદારીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થરાદ તાલુકાના મોટીપાવડ ગામના બે ઈસમોને પીકઅપ ડાલાએ ટક્કર મારતા બે રાહદારીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાઈ હતી.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment