પંચમહાલ જિલ્લામાં વધુ ૬૦ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા…..

હિન્દ ન્યૂઝ, પંચમહાલ,

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૬૦ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ઇન્દ્રલોક સોસાયટી (બામરોલી રોડ), મકનકૂવા, ચક્રધારી સોસાયટી (ભુરાવાવ), સબજેલ પાસેનો વિસ્તાર, શ્રીજીનગર (બામરોલી રોડ), કૃષ્ણનગર-૪, મારુતિનગર સોસાયટી, ઝૂલેલાલ સોસાયટી-૪, મહાવીરનગર-૪નો વિસ્તાર, રાધાકૃષ્ણ નગર, સૈફી મસ્જિદ, સૈયદ વાડા, સાંઇવાડા જૈન દેરાસર, ઝૂલેલાલ સોસાયટી ૮ (બી) , લોખંડવાલા કોમ્પલેક્ષ, ગીતેલી પ્લોટ-૨, વિઠ્ઠલનિવાસ, ગ્રીનપાર્ક સોસાયટીનો વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ, આનંદનગર સોસાયટીનો વિસ્તાર, ઇદગાહ મહોલ્લા, લક્ષ્મીનગરનો વિસ્તાર, ડોલર એપાર્ટમેન્ટ, અબ્દાલ વાડા (જૂની પોસ્ટ ઑફિસ ), સાતપૂલ સી સોસાયટી, કાછીયા વાડ-૩, વ્હોરા ગ્રાઉન્ડનો વિસ્તાર, સાવલીવાડ વિસ્તાર, લવજી પ્રેમાનંદની ખડકી (સોનીવાડ), પદમાવતી સોસાયટી, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ સુથાર ફળિયા, તળાવ ફળિયા ( અરાડ વિસ્તાર) સાંઈપાર્ક (ગોધરા રોડ વિસ્તાર), હોટેલ ક્રિષ્ના ઈનના રૂમ નંબર-૩૦૪નો વિસ્તાર, વૃંદાવન નગર-એ-૨ , જનતા બેંક પાસે આવેલો ગાંધીચોકનો વિસ્તાર, ઝવેર નગરનો વિસ્તાર, કંજરી રોડ ઉપર આવેલ જ્યોતિનગર-૩નો વિસ્તાર, ભગવત ગીતાનગર, જાડેજાનગર, વરિયા કોલોની ૪ સાઈ ટેનામેન્ટ (કંજરી રોડ), રામેશ્વર નગર, કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ કૃષ્ણકુંજ સોસાયટી (કોલેજ પાછળનો વિસ્તાર), ડેરોલ સ્ટેશન લાલ દરવાજા, કૃષ્ણકુંજ સોસાયટી, લીમડા ચોક, ડેરોલ સ્ટેશનગામમાં સમાવિષ્ટ ખાટકીવાડ મસ્જિદ પાસેનો વિસ્તાર, રાધાકૃષ્ણ સોસાયટીનો વિસ્તાર, સ્વામિનારાયણ સોસાયટી, હાઉસિંગ સોસાયટી નંબર-૦૫, શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ શાંતિકુંજ સોસાયટી, સિંધી સોસાયટી, મોરવા (હડફ) તાલુકાના રામપુર(ક) ગામમાં સમાવિષ્ટ ઉગમણું ફળિયું, ઘોઘંબા તાલુકાના ભાણપુર ગામમાં સમાવિષ્ટ વચલુ ફળિયું સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

રિપોર્ટર : સુફીયાન કઠડી, ગોધરા

Related posts

Leave a Comment