સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોડીનારના વિદ્યાર્થીઓ જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં જવું નહી પડે

હિન્દ ન્યૂઝ, કોડીનાર,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીજીની પરીક્ષાઓના ત્રણ તબક્કા સારી રીતે પૂરા કર્યા બાદ ચોથા તબક્કામાં બી.એ. અને બી.કોમ સહિતની ફેકલ્ટીઓના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર નીચે આવે છે. પરંતુ તેની બોર્ડર પર આવેલા જેતપુર, ધોરાજી, કાલાવડ, કોડીનાર, વેરાવળ સહિતના ગામોના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં ન જવું પડે તેવા આશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તાવાળાઓ સાથે ચર્ચા-વિચારણા કરી જૂનાગઢમાં પણ પરીક્ષા કેન્દ્ર આપ્યું છે. સોમવારથી શરૂ થતી પરીક્ષામાં ૧૮૭૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને અલગ-અલગ ૪૨ સેન્ટરમાં પરીક્ષા લેવામાં આવશે. બેઠક વ્યવસ્થા ફાઇનલ કરતાં પહેલા વિદ્યાર્થીઓને મેસેજ મોકલીને પોતાને જે નજીક પડતું હોય તે પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે ૧૮ ઓપ્સન આપવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને પસંદગી મુજબના સેન્ટરો આપવામાં આવ્યા છે. કોરોનાવાયરસની વર્તમાન પરિસ્થિતિમાં આ પ્રકારની વ્યવસ્થા પરીક્ષાર્થીઓને વધુ અનુકૂળ જણાય છે. અગાઉની માફક આ પરીક્ષામાં પણ દરેક સેન્ટર સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરીક્ષાખંડમાં પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે અને જે વિદ્યાર્થીનું ટેમ્પરેચર ઊંચું આવશે તેમના માટે અલગથી સીટીંગ એરેન્જમેન્ટ કરવામાં આવશે.

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment