દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે
હિન્દ ન્યુઝ, ભાવનગર
ભગવાન જગન્નાથજીની 40 મી રથયાત્રાનાં ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે તેને ધ્યાને લઈ ભાવનગર પોલીસ વિભાગ દ્વારા રથયાત્રામાં શ્રદ્ધાળુઓ માટે ખાસ ૧૦ જેટલાં સર્કલો ઉપર હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.
જેમાં ભાવનગર શહેરના મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર, શિવાજી સર્કલ, સંસ્કાર મંડળ, નીલમબાગ સર્કલ, જશોનાથ સર્કલ, ઘોઘા ગેટ અને હલુરીયા ચોકમાં ભાવનગર પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે હેલ્પ ડેસ્ક ઉભા કરાયા છે. જેમાં પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે.
