ભાવનગર જિલ્લામાં NFSA રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ જૂન સુધીમાં e-KYC ફરજિયાત કરાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં ‘રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩” હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 

સરકારની સૂચનાનુસાર રેશનકાર્ડમાં અનાજનો જથ્થો મેળવતા ૦ થી ૫ વર્ષની વય ધરાવતા બાળકો સિવાયના તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજિયાત છે.આ બાબતે રેશનકાર્ડધારકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર SMS પણ મોકલવામાં આવી રહ્યાં છે. આથી ભાવનગર જિલ્લાના તમામ NFSA રેશનકાર્ડના તમામ સભ્યો જેમનું e – KYC બાકી હોય તેમણે પોતાનું e – KYC તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં કરાવી લેવા ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદી દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment