વિકસિત ભારત સંકલ્પ યાત્રા – મેરી કહાની મેરી જુબાની

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેનો મૂળ ઉદ્દેશ્ય રાજ્યના છેવાડાના માનવીને સરકારી યોજનાઓની જાણકારી મળવા સાથે પાત્ર ધરાવતા લાભાર્થીઓને યોજનાઓના લાભ આપવાનો છે.

આ યાત્રા દરમ્યાન દરેક ગામમાં અનેક લાભાર્થીઓ પોતાને મળેલ સરકારી યોજનાઓના લાભો અંગે પ્રતિભાવો આપી રહ્યા છે. 

પાવી જેતપુર તાલુકાના ભીંડોલ ગામના રહેવાસી મેઘાબેન રાઠવા પોતે ધાત્રીમાતા છે. એમણે માતૃશક્તિ યોજનાનો લાભ ગામની જ આંગણવાડી પરથી માહિતી મેળવીને જરુરી પ્રક્રીયા પૂર્ણ કરીને આજે તેઓ પોતે દર મહિને પોષણયુક્ત આહારના ૪ પેકેટ મેળવી રહ્યા છે.

મેધાબેન જણાવે છે કે, દર મહિને મને મળતાં આ ૪ પેકેટમાંથી હું ઘણી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવી શકું છું. મારા સ્વાસ્થ્યની સાથોસાથ મારા બાળકને પણ અત્યારથી જ પૂરતો આહાર મળી રહે છે તે કંઈ નાની વાત નથી. 

ઘણી ધાત્રી માતાઓને પૂરતો ખોરાક ન મળતાં તેઓના અને બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોય છે. જેથી કરીને આવા સંપુર્ણ આહાર મળવાથી તેઓના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે. આમ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અનેક ગર્ભવતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Related posts

Leave a Comment