કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની થઈ ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે ૫૦ સહભાગીઓ તેમજ ખેડૂતમિત્રો સાથે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું અને એસ ટી હડીયાલે ઉદ્ઘાટન પ્રવચન આપી અને જમીન આરોગ્ય દિવસની ઉજવણીના મહત્વ વિશે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે DEE-જે.એ.યુ-જૂનાગઢના ડૉ.એન.બી.જાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જમીન પરીક્ષણના આધારે પાક ઉત્પાદન અને ખાતરના ઉપયોગ માટે જમીનના સ્વાસ્થ્યના મહત્વ વિશે સમજાવ્યું હતું. SSH KVK કોડીનારના જીતેન્દ્ર સિંહે સોઇલ હેલ્થ કાર્ડનું મહત્વ અને ખેડૂતો માટે માટી પરીક્ષણની જરૂરિયાત સમજાવી હતી.

આ પ્રસંગે ખેડૂતોને કુલ ૨૯ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર.ટી.રાઠોડે આ કાર્યક્રમમાં આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે સમગ્ર KVK ટીમે જહેમત ઉઠાવી હતી

Related posts

Leave a Comment