હિન્દ ન્યૂઝ, દિયોદર
ગુજરાત એટલે ખેડૂત પ્રધાન રાજ્ય છે અને રાજ્યમાં પશુપાલન આધારિત લોકો વસવાટ કરતા લોકો રહે છે ત્યારે Ugvcl દ્વારા ખેડૂતોને એનર્જી ચાર્જમાં રાહત આપવા અને ફિક્સ ચાર્જ 20રૂપિયા પ્રતિ હોસપાવર દીઠ વસુલાત માફ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતો ને નવા ખેતીના કનેક્શન આપવામાં આવે છે તે પણ મીટરવાળા બોરવેલમાં ugvcl ખેડૂતો પાસેથી ફ્લેટ રેટ બોરવેલ કરતા 2.5 ગણું વધારે બિલ ખેડૂતો પાસેથી વસુલાત કરવામાં આવે છે ત્યારે આવી મોંઘવારી માં ખેડૂતો ને પોસાતું ના હોય ત્યારે ખેડૂતોને સીઝન સમય સિવાય નાણાંની તંગી સર્જાય છે જેથી બોરવેલના બિલ ભરવા મોંઘા પડે છે તો જો ugvcl દ્વારા રાહત આપવામાં આવે અને વીજળી વિભાગ ખેડૂતોના એનર્જી ચાર્જમાં રાહત આપી પ્રતિ હોર્સ પાવર 20રૂપિયા ફિક્સ ચાર્જ માફ કરવામાં આવે, તેવી માંગ સાથે આજે દિયોદર પ્રાંત કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર