“જ્ઞાનના ઊજાસે પ્રકાશિત થયેલો ત્રિદિવસીય મહોત્સવ”
હિન્દ ન્યુઝ, બોટાદ
તા. ૨૬થી ૨૮ જૂન કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત બોટાદ જિલ્લામાં ૧૯૮ પ્રાથમિક શાળાઓમા અને ૭૩ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓના વાલીઓ અને એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો, ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યઓ દ્વારા કાર્યક્રમો શોભાયમાન કરાયા હતા. જે અન્વયે ૨૫૪૮ જેટલા SMC/SMDCના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
આંગણવાડી / બાલમંદિરમાં નામાંકન થયેલા બાળકોની સંખ્યા ૩૦૨૯ છે. જ્યારે બાલવાટિકામાં નામાંકન થયેલ બાળકો ૫૪૨૫, ધો.૯ માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૫૬૫૮, ધો.૧૧ માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ૧૯૦૩ છે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૧૫ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરુઆત કરવામા આવી છે. રોકડ અને વસ્તુ સ્વરૂપે અંદાજિત રૂ. ૨૨,૦૯,૯૮૭ લોકસહકાર / દાન
પ્રાપ્ત થયું છે. મોટી સંખ્યામાં દરેક શાળાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.શાળાઓમાં ડ્રોપ આઉટ ઘટાડવા વાલીઓને જાગૃત કરવા માટે પણ કામગીરી કરવામાં આવી છે.
જે શાળાઓનું બિલ્ડીંગ કે વર્ગખંડો નવા બનાવવામાં આવ્યું હોય ત્યાં લોકાર્પણની કામગીરી કરવામાં આવી છે. શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
CET, NMMS, ખેલમહાકુંભ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.પ્રાથમિક શિક્ષણ મેળવવાપાત્ર ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય અને ધો.૯માં પ્રવેશપાત્ર એક પણ બાળક માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ખુબ જ સારી રીતે તમામ એ રસપૂર્વક પોતાનો સહકાર આપ્યો હતો અને ખુબ શાંતિ પૂર્વક ત્રિદિવસીય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
