ધ કશ્મીર ફાઈલ મૂવી ને જોઈ સમર્થન આપવા હિન્દુ સેના ની અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર 

                     ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ નો એ દર્દનાક દિવસ જે કશ્મીરી પંડિતો ને પોતાના ઘર છોડી ને કશ્મીર માંથી જવું પડ્યું, અશહ્ય યાતનાઓ વિધર્મી ઓ દ્રારા આપવામાં આવી, કતલે આમ થયા, બળાત્કાર થયા, જીવતા સળગાવી દીધા, જમીનો પર કબ્જા કરી લીધા અને આ વાત ને અત્યાર સુધી દબાવવા માં આવી. ૪ લાખ થી પણ વધુ કાશ્મિરી પંડિતો તેમજ હિન્દુ ઓને પોતાના વતન માંથી કાઢી મૂકવામાં આવ્યા. અને એજ વિષય ને લય ૩ દાયકા બાદ ભારત માં ૧૧ માર્ચે રીલિઝ થતી ધ કશ્મીર ફાઈલ મૂવી જે વિવેક અગ્નિહોત્રી દ્વારા બનાવવા માં આવેલી આ મૂવી ને ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ અને સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલે ખુલ્લું સમર્થન કરે છે અને આ મૂવી વધુ ને વધુ લોકો જોવે ઘર ઘર સુધી આ ફિલ્મ પહોંચે તેવા પ્રયત્નો સરકાર દ્વારા પણ થવા જોઈએ તેવી માંગણી પણ કરી છે.

               ભારત માં અમુક વિધર્મીઓ દ્વારા આ મૂવી ને દબાવવા (રોકવા) નો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે સરકારે ખુલ્લી ને તે તરફ ધ્યાન આપવા હિન્દુ સેના સૂચવે છે. ઘણી મૂવી માં હિન્દુ ધર્મ ને બદનામ કરવા માટે ભગવાન દેવી દેવતા ઓ ના નામ નો ઉપયોગ કરી હિન્દુ ઓ ની લાગણી દુભાવતા હોય છે તેના પર પણ સરકાર એ ધ્યાન દોરવામાં આવે અને હિન્દુ સેના ના મનોરંજન વિભાગ ના મયુર ચંદન દ્વારા સરકાર ને પણ આ મૂવી વધુ લોકો સુધી પહોંચાડે અને આમ જનતા સુધી આ મૂવી જોવાય. તમામ ભારતવાસી ઓ ને આ મૂવી માં આપેલી તમામ સત્ય હકીકત ને નિહાળવા, તેવી હિન્દુ સેના મનોરંજન વિભાગ ના સંયોજક મયુર ચંદન અપીલ કરી રહ્યા છે.

Related posts

Leave a Comment