હિન્દ ન્યુઝ, બોટાદ
જિલ્લા માહિતી કચેરી, બોટાદ ખાતે સહાયક માહિતી નિયામક સપનાબેન આર. ભટ્ટીનાં અધ્યક્ષસ્થાને પરંપરાગત માધ્યમો જિલ્લાનાં કલાકારો સાથે વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં વિવિધ વિભાગનાં અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને વિવિધ વિષયો યોજનાઓ વિશે કલાકારઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
આ વર્કશોપમાં જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા કલાકારો સાથે પરંપરાગત માધ્યમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કલાકારઓને કાર્યક્રમ કઇ રીતનો કરવો, કાર્યક્રમમાં કઇ બાબતનું ધ્યાન રાખવું, કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તે અંગેની જાણકારી સહાયક માહિતી નિયામક સપનાબેન આર. ભટ્ટી દ્વારા આપવામાં આવી હતી.
ઉપરાંત વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જેમ કિસાન સન્માનનિધિ યોજના, આયુષ્યમાન કાર્ડ, શિક્ષણને લગતી શિષ્યવૃત્તિ લગતી યોજના, આરોગ્યલક્ષી યોજનાઓ, સમાજ કલ્યાણ વિભાગને લગતી પ્રધાનમંત્રી, ઇન્દિરા આવાસ યોજના, ખેડૂત લક્ષી યોજનાઓ, રોજગાર ઉદ્યોગને લગતી યોજનાઓ વિશે માહિતગાર કરી અધિકારીએ કલાકારઓને માર્ગદર્શન અને સૂચનો પણ કરવામાં આવ્યાં હતાં.
આ વર્કશોપમાં નાયબ બાગાયત નિયામકની કચેરીમાંથી ઉપસ્થિત રહેલ અધિકારી પોતાનાં વિભાગને અનુલક્ષી માહિતીથી વાકેફ કર્યા હતાં તેમજ ખેડૂતોની મળતી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ કઇ રીતે લેવો અરજી કરવા માટે કયાં પોર્ટલનો ઉપયોગ કરવો તે વિષયે વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત નાયબ ખેતી નિયામક ( વિ ) કચેરી, બોટાદ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સહિતનાં અન્ય વિભાગનાં અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી બોટાદના કર્મચારીઓ તેમજ જિલ્લાનાં કલાકારઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
