‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ની ઉજવણી અંતર્ગત તા.૨ જુલાઇ ૨૦૨૫ના રોજ બોટાદની સહકારી બેંકોની તમામ શાખામાં લોન મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ 

           યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ: ૨૦૨૫ને “Cooperatives Build a better World” પહેલ અંતર્ગત ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ પહેલનો હેતુ સામાજિક અને આર્થિક વિકાસમાં સહકારની મહત્વની ભૂમિકાને ઓળખવાનો અને તેની ઉજવણી કરવાનો છે.

            આ પહેલને ચરિતાર્થ કરવા માટે સહકારી મંડળીઓ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ:૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જુલાઇ માસના પ્રથમ અઠવાડીયામાં (તા.૧ જુલાઇ ૨૦૨૫થી ૬ જુલાઇ ૨૦૨૫) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તા.૨ જુલાઇ ૨૦૨૫ના રોજ બોટાદની સહકારી બેંકોની તમામ શાખાઓમાં લોન મેળાનું આયોજન કરાયું છે, બોટાદ જિલ્લાની સહકારી સંસ્થાઓ, માર્કેટીંગ યાર્ડો, વિવિધ પ્રકારના સહકારી સંઘો, સહકારી મંડળીઓ, દુધ ઉત્પાદક મંડળીઓ, ખેડૂતો, પશુપાલકો, સહકારી વેપારીઓ તથા સર્વે જાગરૂક તથા જરૂરીયાત ધરાવતા નાગરીકોને સહકારી મંડળીઓની કચેરી, બોટાદના જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી બ્રહ્મભટ્ટ દ્વારા સહકારી બેંકોએ યોજેલા આ લોન મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.    

                  

Related posts

Leave a Comment