શાળા પ્રવેશોત્સવ – સમાજોત્સવ બોટાદ
હિન્દ ન્યુઝ, બોટાદ
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે હરીપર ગામ ખાતે નાણાં વિભાગ -ગાંધીનગરના નાયબ સચિવશ્રી દિનેશકુમાર બી. નિમાવતના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ ૧ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહેમાનોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત સર્વેએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં એસએમસીના સભ્યો, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
